Translate to...

અમદાવાદમાં નવા 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા, એકને દૂર કરાયો, હાલમાં શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર

અમદાવાદમાં નવા 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા, એકને દૂર કરાયો, હાલમાં શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર




અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા અને તેના કારણે મોતનાં આંકમાં ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ એક માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર તેમજ 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આજે બાપુનગરમાં આનંદ ફ્લેટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે મણિનગર, ચાંદખેડા, રાણીપ, નારોલ, ઓઢવ, ગોમતીપુર, અમરાઇવાડી, વસ્ત્રાલ, ગોતા, ઘાટલોડિયા, શાહીબાગ, સૈજપુર અને જોધપુરમાં કેટલીક સોસાયટીઓ અને બ્લોકને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

નવા 17 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર







17 new areas were placed in micro containment area, one removed in Ahmedabad