Translate to...

અમદાવાદથી બાંગ્લાદેશની સૌપ્રથમ ગુડ્ઝ ટ્રેન આજે ઉપડશે, પહેલા કોલકતા થઇને સામાન મોકલાતો

અમદાવાદથી બાંગ્લાદેશની સૌપ્રથમ ગુડ્ઝ ટ્રેન આજે ઉપડશે, પહેલા કોલકતા થઇને સામાન મોકલાતો




આજે મોડી રાત્રે અમદાવાદથી બાંગ્લાદેશ સુધીની સૌપ્રથમ ગુડ્ઝ ટ્રેન ઉપડશે. આ ગુડ્ઝ ટ્રેનથી બાંગ્લાદેશ સાથે વેપાર કરતા ગુજરાતના વેપારીઓને ફાયદો થશે. આગામી સમયમાં વેપારીઓની માગ પ્રમાણે વધુ ટ્રેન દોડાવવાની વિચારણા વેસ્ટર્ન રેલવે દ્વારા હાથ ધરવામાં આવશે.

કાંકરિયા યાર્ડમાં સમાન ભરાશે અમદાવાદથી બાંગ્લાદેશ જનારી માલવાહક ટ્રેનમાં આજે કાંકરિયા યાર્ડમાં સમાન ભરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોના વેપારીઓનો સામાન લોડ કરવામાં આવી રહ્યો છે.

પહેલા કલોકત્તા થઇને વેપાર કરાતો કાંકરિયા યાર્ડમાં લોજિસ્ટિકનું કામ કરતી કંપનીના દિલીપભાઈ શાહએ જણાવ્યું છેકે, અગાઉ ગુજરાતના વેપારીઓ અમદાવાદથી કોલકતા અને ત્યારબાદ બાંગ્લાદેશ પોતાનો માલ-સમાન પહોંચાડતા હતા. જેમાં એક મહિના જેટલો સમય લાગતો હતો. આજે પ્રથમ ટ્રેન સીધી અમદાવાદથી બાંગ્લાદેશ જશે. આ ટ્રેન પાંચથી સાત દિવસમાં બાંગ્લાદેશ માલ પહોંચાડશે.જેનાથી અનેક વેપારીઓને લાભ થશે.







Bangladesh's first goods train to depart from Ahmedabad today