Translate to...

અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ધ બિગ બુલનું ડબિંગ કરશે, પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું- આ સ્થિતિમાં પણ પોઝિટિવ વાતો જ કરે છે




બ્રીધ: ઇન્ટુ ધ શેડોઝ વેબ સિરીઝ બાદ અભિષેક બચ્ચનનો આગામી પ્રોજેક્ટ ધ બિગ બુલ છે. આ ફિલ્મ પણ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડબિંગના અમુક પાર્ટ બાકી હતા પણ અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હાલ તે મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત સતત તેના સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે અભિષેકની યોગ્ય રીતે સારવાર ચાલી રહી છે, તે ટૂંક સમયમાં ઘરે પરત ફરશે.

તેમણે કહ્યું, આઇસોલેશનમાં રહેવું અઘરું છે, તેમ છતાં તેમના પરિવારે વાઇરસ પર નિયંત્રણ મેળવી લીધું છે. જોકે, હું જ્યારે પણ અભિષેક સાથે ફોન પર વાત કરું છું ત્યારે તે માત્ર પોઝિટિવ વાતો જ કરે છે. જે રીતે તે શૂટ દરમ્યાન સેટ પર વાતો કરતો એવી જ રીતે. આ જોઈને ઘણું સારું લાગે છે કે તે આવી સ્થિતિમાં પણ આશા નથી છોડી રહ્યો. તે એક ફાઈટર છે અને ટૂંક સમયમાં તે ઘરે પરત ફરશે અને સેટ પર પણ.

અમારી ટીમ તેની રાહ જોઈ રહી છે: આનંદ પંડિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અને તેના ઘણા ફેન્સ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. અમારી આખી ફિલ્મની ટીમ પૂરા જોશ સાથે તેનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી છે. અભિષેક હાલ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે, જ્યારે તેના પિતા અભિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવાઈ છે.







Abhishek Bachchan Will Be Dubbing The Big Bull After Being Discharged From The Hospital, Anand Pandit Said 'he Is Going Through This Phase With Positivity'