Translate to...

અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, એક્ટરે કહ્યું, માત્ર આ વખતે જ હું ખુશીથી કહી શકું કે હું નેગેટિવ છું

અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, એક્ટરે કહ્યું, માત્ર આ વખતે જ હું ખુશીથી કહી શકું કે હું નેગેટિવ છું
અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના કો-સ્ટાર અમિત સાધે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે ખુદ ટ્વીટ કરીને આપી છે. તેણે લખ્યું કે, ચિંતા અને પ્રાર્થના માટે આભાર. ખાલી આ વખતે હું ખુશીથી કહી શકું છું કે હું નેગેટિવ છું. જે લોકો આનો સામનો કરી રહ્યા છે મારી પ્રાર્થના તેમની સાથે છે. લવ યુ. સાથે રહેવામાં જ શક્તિ છે.

Thank you for your prayers and concerns. This is the only time I say happily I am negative. To all people battling this, my prayers and thoughts continue. Love you. Togetherness is the only strength !