અભિજીત ભટ્ટાચાર્યના દીકરાને પણ કોરોના, સિંગરે કહ્યું- તેને કોઈ લક્ષણ ન હતા, સાવચેતી માટે ટેસ્ટ કરાવ્યો હતો

અભિજીત ભટ્ટાચાર્યના દીકરાને પણ કોરોના, સિંગરે કહ્યું- તેને કોઈ લક્ષણ ન હતા, સાવચેતી માટે ટેસ્ટ કરાવ્યો હતોબોલિવૂડમાં ઘણા સેલેબ્સ અને તેમના પરિવારના લોકો કોરોનાનો શિકાર થઇ ગયા છે. સૌ પ્રથમ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવી હતી અને હવે અન્ય સિંગરના ઘરે કોરોનાની એન્ટ્રી થઇ છે. સિંગર અભિજીત ભટ્ટાચાર્યના દીકરા ધ્રુવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે એક ટૂર માટે વિદેશ જવાનો હતો અને તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો. આ વિશે સિંગર અભિજીતે એક ન્યૂઝ ચેનલને જાણકારી આપી છે.

કોલકત્તામાં રહેતા અભિજીતે ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હા આ સાચું છે પણ ચિંતા જેવું કઈ નથી. મારા દીકરા ધ્રુવને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે ઘરે જ છે અને હાલ સ્વસ્થ છે.

ધ્રુવ રેસ્ટોરાં ચલાવે છેઅભિજીતે જણાવ્યું કે, 28 વર્ષીય મારો દીકરો એક રેસ્ટરાં ચલાવે છે અને થોડા દિવસથી એક ઇન્ટરનેશનલ ટૂર પર જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ જ કારણે તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે.

ત્રણ દિવસ પહેલાં કોરોનાની જાણ થઇઅભિજીતે જણાવ્યું કે, ધ્રુવ તેનું પૂરું ધ્યાન રાખી રહ્યો છે અને ટૂંક સમયમાં કોરોનામુક્ત થઇ જશે. તેમના જણાવ્યા અનુસાર તેમને ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ રિપોર્ટની જાણ થઇ. તેમણે કહ્યું, કોરોના હવે સામાન્ય બીમારી બની ગઈ છે અને તેનાથી કોઈપણ સંક્રમિત થઇ શકે છે.

પત્ની સુમતિ, દીકરા ધ્રુવ અને જય સાથે

દીકરા જય સાથે પરફોર્મ કરતા અભિજીત

View this post on Instagram

A post shared by Abhijeet Bhattacharya (@abhijeetbhattacharya) on Jun 21, 2020 at 5:51am PDTAbhijeet Bhattacharya's Son Also Got Corona; The Singer Said My Son Dhruv Had No Symptoms Of COVID 19. He Is At Home And Is Fine