Translate to...

અનુરાગ કશ્યપે કહ્યું, ભાઈ અભિનવ અને મારી રાજકિય વિચારધારા અલગ છે, અનેક મુદ્દાઓ પર અમારા વિચારો મળતા નથી

અનુરાગ કશ્યપે કહ્યું, ભાઈ અભિનવ અને મારી રાજકિય વિચારધારા અલગ છે, અનેક મુદ્દાઓ પર અમારા વિચારો મળતા નથીફિલ્મમેકર અનુરાગ કશ્યપે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના ભાઈ અભિનવ કશ્યપ પર વાત કરી હતી. અનુરાગે કહ્યું હતું કે રાજકારણથી લઈ સિનેમાના ઘણાં મુદ્દાઓ પર બંનેના વિચારો એકબીજા સાથે મળતા નથી. અનુરાગે આ ઈન્ટરવ્યૂમાં પોતાની બહેન તથા દીકરી પર પણ વાત કરી હતી.

અનુરાગે NDTVને આપેલા ઈન્ટરવ્યૂમાં ભાઈ અભિનવ પર વાત કરી હતી. અનુરાગને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે ક્યારેય પોતાના ભાઈનો પક્ષ લીધો છે ખરા? આ સવાલના જવાબમાં અનુરાગે કહ્યું હતું, ‘મારા ભાઈને મારી જરૂર નથી. જીવન તથા કરિયરની શરૂઆતથી આ મુદ્દે એક વાત સ્પષ્ટ હતી કે અમે અમારી જાતે જ અમારો પંથ નક્કી કરીશું. મારો ભાઈ અલગ રીતે વિચારે છે. અમારી રાજકારણને લઈ વિચારધારા અલગ છે. અમે સિનેમાને અલગ રીતે જોઈએ છીએ.’

ઉલ્લેખનીય છે કે અભિનવ કશ્યપે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સલમાન ખાન તથા તેના પરિવાર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે તેની કરિયર બરબાદ કરી નાખી. તેણે સલમાન ખાનની ‘દબંગ’ ડિરેક્ટ કરી હતી પરંતુ સીક્વલમાં તેને લેવામાં આવ્યો નહીં.

અનુરાગે ઈન્ટરવ્યૂમાં સલમાનવાળો કિસ્સો યાદ કરીને કહ્યું હતું, ‘જ્યારે હું ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું શૂટિંગ કરતો હતો ત્યારે મને આ વાત ખબર પડી હતી કે અરબાઝ ‘દબંગ 2’ ડિરેક્ટ કરવાનો છે. મેં તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. હું ઘણો જ નારાજ થઈ ગયો હતો. જોકે, પછી મારા ભાઈએ મને ફોન કરીને તમામ ટ્વીટ ડિલીટ કરવાનું કહ્યું હતું. મેં તમામ ટ્વિટ ડિલીટ કરી નાખી. મારા ભાઈએ મને એમ કહ્યું હતું કે તેણે ‘દબંગ 2’ને ડિરેક્ટ ના કરવાનું નક્કી કર્યું હતું. આ વાત સાંભળીને તમે કંઈ જ કરી શકો નહીં અને એમ પણ કહ્યું હતું કે મારે તેના મુદ્દામાં વચ્ચે પડવું નહીં.’

વધુમાં અનુરાગે કહ્યું હતું, ‘મારા ભાઈનું અલગ વ્યક્તિત્વ છે, તેનો પોતાનો અવાજ છે અને મને તેણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હું તેના મુદ્દાઓમાં વચ્ચે ના પડું. હું અને મારો ભાઈ રાજકારણના મુદ્દે ક્યારેય એક થઈ શકીએ તેમ નથી. સરકારે આશ્ચર્ય પમાડે તેવી બાબત કરી છે. ભાઈઓ એકબીજા સાથે વાત કરતા નથી, મિત્રો ઝઘડશે. તેમણે અનેક બાબતો તોડી પાડવા માટે સારી રીતે વ્યવસ્થા કરી છે.’

અનુરાગે પોતાની બહેન અનુભૂતિ પર કહ્યું હતું કે તે પણ પોતાની રીતે સંઘર્ષ કરી રહી છે. હાલમાં જ અનુભૂતિએ એમેઝોન પ્રાઈમ સીરિઝ ‘અફસોસ’ ડિરેક્ટ કરી હતી.

દીકરી પર પણ વાત કરી ઈન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે પોતાની દીકરી આલિયા પર પણ વાત કરી હતી. અનુરાગે કહ્યું હતું કે તે મોટી થઈ ગઈ છે અને તેણે તેની કરિયર જાતે પસંદ કરવાની છે. જોકે, તેણે આ માટે બધું શીખવાની જરૂર છે. તે એક દિવસ ઊઠીને એમ ના કહી શકે કે તેણે એક્ટ્રેસ બનવું છે. વધુમાં અનુરાગે કહ્યું હતું કે જો તેણે એક્ટ્રે્સ બનવું છે તો તેણે તે માટે સંઘર્ષ કરવો પડશે અને ઓડિશન આપવા જવું પડશે અને પોતાના દમ પર રોલ મેળવવાનો રહેશે. તે ક્યારેય દીકરી માટે રોલ લખી શકશે નહીં. ખરી રીતે તો તેમના રોલમાં તેમની દીકરી જેવા શહેરના બાળકો ક્યારેય ફિટ થાય તેમ નથી. તેમની દીકરી તેમની જેમ ગામડાની નહીં પણ શહેરની છે.

ભાઈ અનુરાગે કહ્યું, મારે કોઈ લેવાદેવા નથી નોંધનીય છે કે અભિનવ કશ્યપની પોસ્ટ વાઈરલ થયા બાદ અનુરાગે ટ્વીટ કરીને કહ્યું હતું, અનેક લોકો તથા મીડિયાએ મને ફોન કરીને મારું નિવેદન માગ્યું હતું. જોકે, છેલ્લાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી અભિનવે મને સ્પષ્ટ રીતે તેના બિઝનેસથી દૂર રહેવાની વાત કરી હતી. હું આ મુદ્દે કોઈ કમેન્ટ કરી શકીશ નહીં.

For the media calling me and people who want to ask , treat this as my statement. “More than two years ago , Abhinav had told me clearly to stay out of his business and it’s not my place to comment on anything he says or does.“ Thank You

— Anurag Kashyap (@anuragkashyap72) June 16, 2020

અભિનવ કશ્યપે શું કહ્યું હતું? ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અવસાનના એક દિવસ બાદ એટલે કે 15 જૂનના રોજ અભિનવે ફેસબુકમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં ફિલ્મમેકર અભિનવ કશ્યપે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા હતા અને પોલીસને અપીલ કરી હતી કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે. પોસ્ટમાં અભિનવે સલમાન ખાન અને તેના પરિવાર, યશરાજ ફિલ્મ્સ તથા ઈન્ડસ્ટ્રી પર આક્ષેપો કર્યા હતા.Anurag Kashyap said, "Brother Anurag and I have different political ideologies. We do not agree on many topics