Translate to...

અનુભવ સિંહાએ ટ્વિટર પર બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું, હંસલ મહેતા-સુધીર મિશ્રાએ પણ સાથ આપ્યો




બોલિવૂડમાં આજકાલ નેપોટિઝ્મ તથા કેમ્પબાજીનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. દલીલો, આરોપો-પ્રત્યારોપોના સમયમાં બોલિવૂડ બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર્સ અનુભવ સિંહા, હંસલ મહેતા તથા સુધીર મિશ્રાએ બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે. અનુભવ સિંહાએ પોતાના નામની પાછળ Not Bollywood લખ્યું છે. અનુભવ બાદ અન્ય બે ફિલ્મમેકર્સે પણ અનુભવને સાથ આપીને પોતાને બોલિવૂડથી અલગ કરી દીધા છે.

ટ્વીટ્સ કરીને પોતાનો નિર્ણય જણાવ્યોઅનુભવે ટ્વીટ કરીને કહ્યું, હવે હું બોલિવૂડમાંથી રાજીનામું આપું છું. હવે આનો જે અર્થ કરવો હોય તે કરો. જોકે, અનુભવના ચાહકો માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે તેઓ ફિલ્મ બનાવવાનું બંધ કરવા નથી. તે માત્ર બોલિવૂડથી દૂર ગયા છે. તેમણે બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ પોતાના કામથી નહીં. અનુભવે ટ્વિટર યુઝર્સના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફિલ્મ બનાવતા રહેશે.

સપોર્ટમાં બે ફિલ્મમેકર્સઅનુભવનો સપોર્ટ સૌ પહેલાં સુધીર મિશ્રાએ કર્યો હતો અને કહ્યું હતું, બોલિવૂડ શું છે? અમે તો અહીંયા સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રૉય, મૃણાલ સેને બનાવેલા સિનેમાથી પ્રેરિત થઈને આવ્યા હતા અને હંમેશાં માટે અહીંયા રહીશું. હંસલ મહેતાએ પણ કહ્યું હતું, છોડી દીધું, આ ક્યારેય પહેલાં નંબર પર નહોતું.

चलो दो लोग BOLLYWOOD से बाहर। अपन हिंदी फ़िल्म इंडस्ट्री में रह के फ़िल्में बनाएँगे।यह ले अपनी लकुटी कम्बरिया, बहुतही नाच नचायो। https://t.co/gimZWCIKgK

— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020

Chalo Ek Aur aaya. Sun lo bhaiyon. Ab jab aap Bollywood ki baat kar rahe go to hamaari baat nahin kar rahe. https://t.co/xvCCg5TmEt

— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020

અનુભવ સિંહા ‘તુમ બિન’, ‘આર્ટિકલ 15’ તથા ‘થપ્પડ’ જેવી ફિલ્મ માટે જાણીતા છે. તેમની ફિલ્મની વાર્તા મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરતી હોય છે. અનુભવે પોતાના ચાહકોના કેટલાંક સવાલના જવાબમાં કહ્યું હતું કે હવે તેઓ કોઈ અન્ય વૂડના બંધનમાં બંધાશે નહીં.







Anubhav Sinha resigns from Bollywood on Twitter, Hansal Mehta-Sudhir Mishra also join