અનુપમ ખેરના પરિવારમાં માતા દુલારી, ભાઈ રાજુ, ભાભી રીમા તથા ભત્રીજી વૃંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરની માતાને કોકિલાબેન હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ભાઈ-ભાભી તથા ભત્રીજી ઘરમાં જ ક્વૉરન્ટીન છે. હાલમાં જ અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમણે માતાને એ વાત જણાવી નથી કે તેઓ કોરોના પોઝિટિવ છે.
અનુપમે વીડિયોમાં શું કહ્યું?અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું, ‘જીવનમાં ક્યારેકે એવા દિવસો પણ આવે છે જ્યારે તમે થોડાં ઉદાસ બની જાવ છો. મારી માતા આ સમયે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે અને કોરોના સામે લડી રહી છે. અમે તેમને કહ્યું જ નથી કે તેઓ કોરોના પોઝિટિવ છે. અમે તો માત્ર એટલું જ કહ્યું હતું કે આ માત્ર એક ઈન્ફેક્શન છે. જોકે, માતાને આસપાસના વાતાવરણથી એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે તેઓ કોરોના પોઝિટિવ છે.’
View this post on InstagramFelt like Sharing with you what I am feeling these days. Mom is trying to be her spirited self in the hospital although is not feeling hungry. Raju, Reema & Vrinda are home quarantined. Parents are so selfless. One must verbally tell them again and again that you love them. For them and for your own self!