Translate to...

અનલોક-3: જિમ-યોગ કેન્દ્રો ખુલશે પણ શાળા-કોલેજોને અત્યારે મંજૂરી નહીં, દેશમાં રાફેલનું આગમન થયુ

અનલોક-3: જિમ-યોગ કેન્દ્રો ખુલશે પણ શાળા-કોલેજોને અત્યારે મંજૂરી નહીં, દેશમાં રાફેલનું આગમન થયુ
1. અનલોક-3માં નાઈટ કર્ફ્યૂનો અંત આવશે આજે સૌથી પહેલા વાત ઓનલોકની. તેનો ત્રીજો તબક્કો હવે પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે. રાત્રે હરવા-ફરવાને લગતા જે નિયંત્રણ લાદવામાં આવ્યા હતા તે દૂર થશે. આરોગ્ય અંગે સતત કાળજી રાખનારને પણ રાહત આપવામાં આવી છે. 5 ઓગસ્ટથી દેશભરના જિમ અને યોગ સંસ્થાઓ ખોલવામાં આવશે. જોકે, શાળા-કોલેજ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. 2. અંબાલામાં પક્ષીઓ સુરક્ષિત ઉતર્યા 12 વર્ષથી જેની રાહ જોવામાં આવતી હતી તે દિવસ છેવટે આવી પહોંચ્યો. ચાર વર્ષ જૂના વિવાદો પર પણ હવે પૂર્ણવિરામ લાગી જશે. કારણ કે હવે રાફેલ ભારત આવી ચુક્યા છે. આ સાથે જ 22 વર્ષ બાદ વાયુસેનાને નવા ફાઈટર મળ્યા છે. સંરક્ષણ પ્રધાને પણ રાફેલને લઈ એક ટ્વિટ કર્યું. "પક્ષીઓ અંબાલામાં સુરક્ષિત ઉતરી ગયા. ભારતની જમીન પર રાફેલનું આગમન સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે" હવે અંદરની કેટલીક વાત કરીએ. એર માર્શલ આરકેએસ ભદોરિયા ડેપ્યુટી ચીફ તરીકે ફ્રાંસ સાથે રાફેલ ડીલ માટે બનેલી ટીમના ચેરમેન હતા. આ ટીમની જવાબદારી તમામ નેગોશિએશન કરવાના હતા. તેઓ અમુક એરફોર્સ પાયલટની યાદીમાં સ્થાન ધરાવતા હતા કે જેમણે રાફેલ યુદ્ધવિમાનનો અનુભવ હતો. જ્યારે રાફેલ અંબાલા પહોંચ્યુ ત્યારે એર ચીફ માર્શલ ભદોરિયાએ તેનું નેતૃત્વ કર્યું હતું. લાંબા સમયથી જે પ્રતિક્ષા કરવામાં આવતી હતી તેના મીઠા ફળ દેશને બુધવારે મળ્યા. આ લાંબ સમય દરમિયાન અનેક વિવાદ થયા છે, અનેક પડકાર આવ્યા.

3. ત્રીજા પ્રેમ પત્ર બાદ જાદૂગરનો ચોથો પત્ર તૈયાર રાજસ્થાનના રાજકીય ડ્રામામાં બુધવારે પ્રેમ પત્રની પણ એન્ટ્રી થઈ. ગવર્નર કલરાજ મિશ્રને 31 જુલાઈના રોજ વિધાનસભા બોલાવવાની અરજી ત્રીજી વખત પરત કરી. જવાબમાં ગેહલોતે કહ્યું પ્રેમ પત્ર આવી ચુક્યો છે. હવે હું રૂબરૂ મળીને પૂછીશ કે તમે શું ઈચ્છો છો? ગેહલોત રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા પણ ખરા. આ અહેવાલ લખાય છે ત્યારે રાજ્યપાલે વિધાનસભાનું સત્ર 14 ઓગસ્ટના રોજ બોલાવવા માટે મંજૂરી પણ આપી દીધી. આ અગાઉ તેમણે કહ્યું હતું કે 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ રાજ્યપાલે આ રીતે પ્રશ્ન કર્યો છે. 21 દિવસ હોય કે 31, જીત તો અમારી જ થશે. જાદૂગર તરીકે ઓળખાતા CM સાહેબ ચોથી વખત પણ અરજી કરી હતી અને તેમને સફળતા મળી છે. ગૃહનું સત્ર 14 ઓગસ્ટના રોજ બોલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. છેવટે CMનો જાદૂ રાજ્યપાલ પર સફળ રહ્યો.

4. એક ભારતીય ફૂટબોલ ક્લબના રંગમાં રંગાયુ અમેરિકી નાસડેક દેશમાં જ્યારે રમતની વાત આવે છે તો ફક્ત ક્રિકેટને જ યાદ કરવામાં આવે છે. બુધવારે એક ભારતીય ફૂટબોલ ક્લબના ઐતિહાસિક વિજયને અમેરિકી સ્ટોક એક્સચેન્જ નાસડેકે સન્માન આપ્યું. વાત 131 વર્ષ જૂની ફૂટબોલ ક્લબ મોહન બાગાનની થઈ રહી છે.આ ક્લબે વર્ષ 1911માં ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન એટલે કે IFA શીલ્ડ જીતી હતી. આ ટૂર્નામેન્ટ વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ પૈકી એક છે. જે વર્ષ 1983માં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેને અંગ્રેજ આર્મીના ક્લબ દ્વારા જ વિજય મેળવવામાં આવતો હતો. 29 જુલાઈ 1911ના રોજ પ્રથમ વખત ભારતીય ક્લબે આ જીત મેળવી. વર્ષ 2001થી મોહન બાગાને 29 જુલાઈના રોજ મોહન બાગાન ડે તરીકે ઉજવણી શરૂ કરી. 19 વર્ષ બાદ અમેરિકી સ્ટોક એક્સચેન્જે તેની ઉજવણી કરી. 5. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો સુશાંતનો કેસ સુશાંતનો કેસ બુધવારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી લઈ ગઈ. જેની સામે મંગળવારે સુશાંતના પિતાએ કેસ કર્યો હતો. રિયાએ પટનામાં દાખલ કરેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી. રિયાએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે કેસને લઈ પટના પોલીસ તેને શોધી રહી છે અને તેના પર ધરપકડ થવાનું જોખમ છે.

6. 30 જુલાઈ, ગુરુવારે જ્યેષ્ઠા નક્ષત્રને કાળદંડ નામનો અશુભ યોગ બને છે તેને લીધે કેટલાક લોકોનું જરૂરી કામ બગડી શકે છે. તે સાથે દિવસભર તણાવમાં રહેશે. ચંદ્રમા અને શુક્ર એક બીજાની સામે હોવાથી બિનજરૂરી ખર્ચ અને ધનની હાની થવાનો યોગ બન્યો છે. તેને લીધે મિથુન, કન્યા, તુલા, ધન, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિવાળા લોકોએ દિવસભર સાવચેત રહેવું. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના મતે મેષ, વૃષભ, કુંભ અને મિન રાશિવાળા લોકોને ગ્રહનો સાથ મળશે. તે હેઠળ 12 પૈકી 4 રાશિવાળા માટે ગુરુવાર શુભ રહેશે. અન્ય 8 રાશિવાળા માટે દિવસ ઠીક નહીં રહે. ...અને જતા જતા કોરોનાને લગતા બે સમાચાર, એક સારા અને બીજા ખરાબ. સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાથી સારું થનારા લોકોનો આંકડો દસ લાખને પાર થયો છે. કોરોનાના કુલ દર્દી પૈકી 64 ટકા લોકો તંદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે. ખરાબ સમાચાર એ છે કે દેશમાં 35 હજારથી વધારે લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી ચુક્યા છે. સૌથી વધુ મૃત્યુઆંક ધરાવનાર દેશોમાં ઈટાલીને પાછળ છોડી ભારત પાંચમાં ક્રમ પર પહોંચી ગયો છે....Unlock-3: Gym-yoga centers to open but schools-colleges not allowed now, Raphael arrives in the country