Translate to...

અધેલાઇ ચેક પોસ્ટ પર કારની 2 કિમી લાંબી લાઇન, ચાવંડ ચેક પોસ્ટ પર ખાનગી બસોનો ખડકલો થયો

અધેલાઇ ચેક પોસ્ટ પર કારની 2 કિમી લાંબી લાઇન, ચાવંડ ચેક પોસ્ટ પર ખાનગી બસોનો ખડકલો થયો



કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે ભાવનગર નજીક આવેલી અધેલાઇ ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે, જેથી સુરત, અમદાવાદ, મુંબઇ તરફથી આવતી કારની અધેલાઇ ચોકડી પર બે કિલોમીટર લાંબી લાઇન લાગી છે.

વાહનોમાં આવતા લોકોના આરોગ્યની ચકાસણી કરવાની સાથે નામ, સરનામા અને ટેલિફોન નંબર વગેરેની નોંધ કરવામાં આવી રહી છે. આ લોકોને 14 દિવસ ફરજિયાત હોમ કવોરન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. જેના પગલે ચાવંડ ચેક પોસ્ટ પર વહેલી સવારે 4 વાગ્યાથી જ સુરત તરફથી આવતી બસોની લાઈન લાગી જાય છે.







ભાવનગરના અધેલાઇ ચેક પોસ્ટ અને અમરેલની ચાવંડ ચેક પોસ્ટ પર મુસાફરો આરોગ્ય ચકાસણી માટે લાંબી કતારો લાગી.