Translate to...

અધિકારીએ લખ્યુ હતું- ગેંગસ્ટર વિકાસની ઢાલ બનેલ છે પોલીસ સ્ટેશન પ્રભારી, જલ્દી કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટના સર્જાશે

અધિકારીએ લખ્યુ હતું- ગેંગસ્ટર વિકાસની ઢાલ બનેલ છે પોલીસ સ્ટેશન પ્રભારી, જલ્દી કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટના સર્જાશે




કાનપુરના બિકરું ગામમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યાને લગતા કેસમાં 3 દિવસ બાદ મોટો ખુલાસો થયો છે. ગેંગસ્ટર વિકાસ દુબે અને તેની ગેંગ સાથે થયેલી અથડામણમાં જીવ ગુમાવનાર બિલ્હોર DSP દેવેન્દ્ર મિશ્રાનો એક પત્ર સામે આવ્યો છે, જે આશરે ત્રણ મહિના અગાઉ કાનપુરના તે સમયના SSP અનંત દેવને લખ્યો હતો.

આ પત્રમાં મિશ્રાએ ચૌબેપુર પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય તિવારી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબે વચ્ચે મિલીભગતની આશંકા વ્યક્ત કરી હતી. DSPએ એવી પણ ચેતવણી આપી હતી કે જો જલ્દી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ મોટી ઘટના સર્જાઈ શકે છે.

IG એ SSP કાર્યાલયથી તમામ પત્ર મંગાવવામાં આવ્યાકાનપુર રેન્જના IG મોહિત અગ્રવાલે SSP કાર્યાલયથી તમામ પત્ર મંગાવ્યા છે. કાનપુરના SSP દિનેશ કુમારે કહ્યું કે CO તરફથી SSPને જે પત્ર લખવાની વાત સામે આવી રહી છે તે SSPથી લઈ CO કાર્યાલયમાં મળી રહ્યો નથી. આ પત્ર ડિસ્પેચ થયાની તારીખ કે રિસીવિંગની તારીખનો ઉલ્લેખ મળતો નથી.

વિકાસને બચાવી રહ્યો હતો વિનય તિવારીજે પત્ર સામે આવ્યો છે, તે DSP મિશ્રાએ 14 માર્ચ, 2020ના રોજ લખ્યો હતો. તેમા લખ્યુ હતું કે વિકાસ દુબે સામે લૂટ, હત્યા અને અન્ય ગંભીર ગુનાને લગતા 150 કેસ નોંધાયેલા છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. પોલીસ સ્ટેશન પ્રભારી ચૌબેપુર વિનય તિવારી ગેંગસ્ટર વિકાસ દુબેની ઢાલ બની ગયો હતો. તિવારી બચાવ માટે ગમે તે કરવા માટે તૈયાર હતો.વિકાસ સામે કાર્યવાહી માટે ચૌબેપુર પોલીસ સ્ટેશને આદેશ આપવામાં આવ્યા હતા. લોકોમાં વિકાસ સામે બોલવાની હિંમત ન હતી.આ કેસને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિકાસ પ્રત્યે SO નું વલણ સહાનુભૂતથી ભરેલુ હતુ.

COનો પત્ર

પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય તિવારી સસ્પેન્ડ થઈ ગયોગત 2 જુલાીની રાત્રે જ્યારે પોલીસ પર હુમલો થયો ત્યારે ચૌબેપુર પોલીસ સ્ટેશન પ્રભારી વિનય તિવારી ભાગી છૂટ્યો હતો. તેના પર વિકાસને સૂચના આપવાનો આરોપ છે. STFએ પૂછપરછ પણ કરી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોમવારે બે SI અને કોન્સ્ટેબલને પણ ડ્યુટીમાં લાપરવાહી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેવેન્દ્રની દિકરી વૈષ્ણવી

દિકરીએ કહ્યું- પિતાનું બલિદાનને વ્યર્થ નહીં જવા દઉઆમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે સોમવારે DSP દેવેન્દ્ર મિશ્રાના પરિવારની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમણે CBI તપાસની માં કરી. તેમણે સમગ્ર ઘટનાક્રમને સડયંત્ર ગણાવ્યું અને દેવેન્દ્ર મિશ્રાનો પત્ર પણ ટ્વિટ કરવામાં આવ્યો છે.DSP દેવેન્દ્ર ની દિકરી વૈષ્ણવી મિશ્રાએ કહ્યું કે હું પિતાનું બલિદાન વ્યર્થ નહીં જવા દઉ. હું મેડિકલ પરીક્ષાની તૈયારી કરી રહી હતી, પણ હવે હું પણ એક પોલીસ અધિકારી બનીશ અને માતા પિતાની જેમ દેશ સેવા કરીશ.







The police station in-charge has become a shield of Gagster development, if action is not taken soon, a major incident will take place, the official wrote.