અથડામણ પહેલા ગામમાં વીજપ્રવાહ કાપવામા આવ્યો હતો, બીડ કોન્સ્ટેબલ પર શંકા; સબ સ્ટેશનના કર્મચારીએ કહ્યું- લાઇન ખરાબ હોવાનો ફોન આવ્યો હતો




ઉત્તરપ્રદેશના કાનપુરના બિકરુ ગામમાં ગુરૂવારે રાત્રે અથડામણમાં 8 પોલીસ કર્મચારીને મારી નાખવામા આવ્યા હતા. પોલીસની તપાસમાં એ ખુલાસો થયો છે કે અથડામણ પહેલા ચૌબેપુર સ્થિત શિવલી સબ સ્ટેશન પર ફોન કરીને ગામમાં વીજપ્રવાહ કાપવામા આવ્યો હતો. તેની ખરાઇ સબ સ્ટેશનના કર્મચારીએ કરી છે. કર્મચારીનું કહેવું છે કે તેને ફોન આવ્યો હતો- બિકરૂ ગામ પાસે લાઇન ખરાબ થઇ ગઇ છે. તેને ઠીક કરવાની છે. ત્યારબાદ વીજપ્રવાહ કાપવામા આવ્યો હતો.

પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૌબેપુર ચોકીમાં તહેનાત એક કોન્સ્ટેબલે શિવલી સબ સ્ટેશન પર ફોન કર્યો હતો. તે બિકરૂ ગામનો બીટ કોન્સ્ટેબલ પણ છે. તે ગામની એક એક ગલીનો ભોમિયો હતો. ગુરૂવારે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરે રેડ પાડવા ગયેલા પોલીસ કર્મચારીઓને એ વાતનો અંદાજ ન હતો કે આટલા મોટ ષડયંત્રનો તેઓ શિકાર બની જશે.

વીજવિભાગે ફોન કરનાર કોન્સ્ટેબલનો નંબર આપ્યોસીઓ રસૂલાબાદે શનિવારે શિવલી સબસ્ટેશનના SSO, લાઇનમેન અને JEની પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું કે ચૌબેપુર પાવર સ્ટેશનનો પરિચય આપીને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે બિકરુ ગામમાં લાઇન ખરાબ થઇ ગઇ છે. ગામમાં સપ્લાય બંધ કરી દો. પોલીસને તે ફોન કરનારનો નંબર મળ્યો હતો. તપાસમાં ખબર પડી કે તે નંબર ચૌબેપુર ચોકીના કોન્સ્ટેબલનો છે. STF તેની પૂછપરછ કરી રહી છે.

માત્ર વિકાસના ઘરની બહાર સોલાર લાઇટ ચાલુ હતીSTF અને પોલીસની ટીમ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. STFએ જાણકારી મેળવી છે કે જ્યારે પોલીસ ટીમ બિકરુ ગામમાં રેડ કરવા પહોંચી ત્યારે ત્યાં વીજળી હતી કે નહીં. પૂછપરછમાં ખબર પડી કે રેડ દરમિયાન ગામમાં લાઇટ હતી નહીં. આખા ગામમાં અંધારૂ હતું. માત્ર વિકાસ દુબેના ઘરની બહાર એક સોલાર લાઇટ ચાલુ હતી. તેના લીધે પોલીસ કર્મચારીઓને છત પર છૂપાયેલા ગુનેગારોની મુવમેન્ટ દેખાતી ન હતી.

ચૌબેપુર પોલીસ શંકાના દાયરામાંહિસ્ટ્રીશીટર વિકાસને એ વાતની જાણખારી હતી કે પોલીસ ટીમ રેડ કરવા આવી રહી છે. વિકાસે તેના સાગરિતો સાથે મળીને હુમલાનો પ્લાન કર્યો હતો. વિકાસને પોલીસની દરેક મુવમેન્ટની જાણકારી મળી રહી હતી. તેને આ સૂચના કોણ પહોંચાડી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. ચૌબેપુર પોલીસ શરૂઆતથી જ શંકાના દાયરામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ દરમિયાન ચૌબેપુર SO અને કોન્સ્ટેબલ સૌથી પાછળ હતા.







કાનપુરના શિવલી પાવર સબ સ્ટેશનના ઓપરેટર છત્રપાલસિંહ સાથે પોલીસે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે ઘટનાના દિસવે ચોકી પરથી વીજપ્રવાહ કાપવા માટે ફોન આવ્યો હતો.