Translate to...

અત્યાર સુધીના સૌથી વધુ 273 કેસ સાથે પોઝિટિવનો આંક 7274 થયો, 4 મોત સાથે મૃત્યુઆંક 274 પર પહોંચ્યો

અત્યાર સુધીના સૌથી વધુ 273 કેસ સાથે પોઝિટિવનો આંક 7274 થયો, 4 મોત સાથે મૃત્યુઆંક 274 પર પહોંચ્યો




શહેરમાં કોરોના સંક્રમણ કુદકેને ભુસકે વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ 273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના 215 અને જિલ્લાના 58 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવનો કુલ આંક 7274 થયો છે. જેમાં શહેરના 6313 અને જિલ્લાના 961 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે કુલ 4 મોત સાથએ મૃત્યુઆંક 274 થયો છે. જેમાં શહેનરા 242 અને જિલ્લાના 32નો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી કુલ 118 દર્દીઓ અને જિલ્લામાંથ 25 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 4352 છે. જેમાં જિલ્લામાંથી પણ 460નો સમાવેશ થાય છે.

સિવિલના વધુ 7 તબીબ સહિત 10 તબીબ સંક્રમિતસેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, તેમજ નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટમાં ફરજ બજાવતા અન્ય 6 તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ સંક્રમિત થયા છે. જ્યારે વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા અન્ય 2 તબીબ સંક્રમિત થયા છે. આમ શહેરમાં મંગળવારે કુલ 10 તબીબો સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 119 તબીબો સંક્રમિત થયા છે.

ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા અને નગર સેવક નિલેશ કુંભાણી સંક્રમિતકામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે શહેરની મુલાકાતે આવેલા સીએમ અને ડેપ્યુટી સીએમની બેઠકમાં તેઓ હાજર રહ્યા હોવાથી આ બેઠકમાં હાજર રહેલા અન્ય ધારાસભ્યોમાં પણ ચીંતાનું મોજુ ફરી વળ્યું છે. તેવી જ રીતે પુણા વિસ્તારના કોંગ્રેસી નગર સેવક નિલેશ કુંભાણીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.







Corona Surat Live, 8 July 2020, The number of positive cases crossed 7000