અત્યાર સુધીના સૌથી વધુ 248 કેસ પોઝિટિવનો આંકડો 5967 થયો, 6 મોત સાથે મૃત્યુઆંક 220

અત્યાર સુધીના સૌથી વધુ 248 કેસ પોઝિટિવનો આંકડો 5967 થયો, 6 મોત સાથે મૃત્યુઆંક 220



શહેરમાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. કોરોના હોટ સ્પોટ બનેલા સુરતમાં અત્યાર સુધીના સૌથી વધુ 248 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં શહેરના 190 અને જિલ્લાના 58 મળીને કુલ 5967 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના 5274 અને જિલ્લાના 693 કેસનો સમાવેશ થાય છે. આજે નવા 6 મોત સાથે કુલ મૃત્યુઆંક 220 થયો છે. દેમાં શહેરના 198 અને જિલ્લાના 22 મૃતકોનો સમાવેશ થાયે છે.આજે શહેરમાંથી કુલ 58 લોકોને અને જિલ્લામાંથી 29 લોકોને ડિસ્ચાર્જ કરતાં કુલ 3635 લોકો કોરોનાને હરાવીને પોતાના ઘરે પહોંચ્યા છે. આજે અગ્રણી ઉદ્યોગપતિ લવજી બાદશાહનો રિપોર્ટ શંકાસ્પદ આવતાં તેમને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રીની સાથે ચીફ સેક્રેટરી પણ સુરતની મુલાકાતે આવશેશહેરમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ લઈને પરિસ્થિતિ કાબૂ બહાર જાય એ પહેલાં મુખ્યમંત્રી સમીક્ષા મુલાકાત આવતીકાલે લેશે. સતત વધી રહેલા કોરોનાના કેસોના પગલે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવશે. અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપશે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના અઠવાડીયાથી સુરતમાં ધામા નાખીને વિવિધ વ્યવસ્થા કરી રહ્યા છે. આવતીકાલે ચીફ સેક્રેટરી અનિલ મુકિત પણ આવી રહ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબ સહિત વધુ 4 તબીબ સંક્રમિતનવી સિવિલ કેમ્પસ ખાતે રહેતા અને નવી સિવિલમાં ફરજ બજાવતા વધુ એક તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર પણ સંક્રમિત થયા છે. વરાછા વિસ્તારમાં જ રહેતા એક ગેસ્ટ્રોસર્જન પણ સંક્રમિત થયા છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા ટ્રાઈસ્ટાર હોસ્પિટલના તબીબ પણ સંક્રમિત થયા છે.

માલીબા કોલેજના પ્રોફેસર અને ટીચર પણ સંક્રમિતરાંદેર વિસ્તારમાં રહેતા અને માલીબા કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરને પણ ચેપ લાગ્યો છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્વામીનારાયણ સ્કુલમાં ફરજ બજાવતા ટીચરને પણ ચેપ લાગ્યો છે.

મામલતદાર કચેરીના ક્લાર્ક, બેંક કર્મચારીને ચેપ લાગ્યોકતારગામ વિસ્તારમાં રહેતા અને પલસાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને ડીસીબી બેંકમાં ફરજ બજાવતા કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

એન્જિનિયર, વકીલ અને જમીન દલાલ પણ સંક્રમિતવરાછા વિસ્તારમાં રહેતા એક એન્જિનિયરનો રિપોર્ટ પણ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં જ રહેતા વકીલ પણ સંક્રમિત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા જમીન દલાલનો પણ ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ટેલર, પાનના ગલ્લાવાળા, કપડાના દુકાનદાર અને ચશ્માના દુકાનદાર સંક્રમિતરાંદેર વિસ્તારમાં રહેતા અને કતારગામ વિસ્તારમાં દુકાન ચલાવતા ટેલરને પણ ચેપ લાગ્યો છે. તેવી જ રીતે લિંબાયત વિસ્તારમાં રહેતા અને મીની બજાર પાસે દુકાન ધરાવતા ટેલરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને ચૌટાબજારમાં કપડાની દુકાન ધરાવતા દુકાનદારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓપ્ટીક શોપ ચલાવતા દુકાનદારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.







Corona Surat Live, 3 July 2020, The number of positive cases More than 5700