અજય દેવગણે ટ્વીટમાં બિગ બી અને અભિષેક સિવાયની સ્ટારકાસ્ટનું નામ ન લખ્યું, પ્રાચી દેસાઈએ ઠપકો આપ્યો

અજય દેવગણે ટ્વીટમાં બિગ બી અને અભિષેક સિવાયની સ્ટારકાસ્ટનું નામ ન લખ્યું, પ્રાચી દેસાઈએ ઠપકો આપ્યો6 જુલાઈના બોલ બચ્ચન ફિલ્મને 8 વર્ષ પૂરા થયા. આ અવસરે ફિલ્મના લીડ એક્ટર અજય દેવગણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અજયે ફિલ્મના અમુક બિહાઇન્ડ ધ સીન્સના ફોટોઝ શેર કર્યા છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે. અજયે લખ્યું કે, જ્યારે બચ્ચન બોલે છે ત્યારે હું માત્ર સાંભળું છું. (ખાસ કરીને અમિત જી) બોલ બચ્ચનને 8 વર્ષ પૂરા થયા. આ પોસ્ટમાં તેણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રોહિત શેટ્ટીને ટેગ કર્યા હતા.

When the Bachchans speak, I listen(especially Amitji)