Translate to...

અક્ષય કુમારે આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’નું પોસ્ટર શૅર કર્યું, આવતા વર્ષે પાંચ નવેમ્બરે રિલીઝ થશે

અક્ષય કુમારે આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’નું પોસ્ટર શૅર કર્યું, આવતા વર્ષે પાંચ નવેમ્બરે રિલીઝ થશે




આજે (3 ઓગસ્ટ) દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આ દિવસે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ની જાહેરાત કરી છે. અક્ષય કુમારની આ ફિલ્મ ભાઈ-બહેનના અતૂટ સંબંધો પર આધારિત છે. આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટ કરશે. ફિલ્મ આવતા વર્ષે પાંચ નવેમ્બરે રિલીઝ થશે.

ચાર બહેનો પર આધારિત ફિલ્મના પોસ્ટરમાં અક્ષય કુમાર ચાર બહેનો સાથે જોવા મળે છે. અક્ષય કુમારના હાથમાં રાખડીઓ છે. ફિલ્મનું પોસ્ટર શૅર કરીને અક્ષય કુમારે કહ્યું હતું કે જીવનમાં તમારા દિલને સ્પર્શી જાય તેવી વાર્તા ભાગ્યે જ સામે આવે છે. આ ફિલ્મ તમને હસાવશે અને રડાવશે પણ. આ ફિલ્મ તમને એ વાતનો અહેસાસ કરાવશે કે જે વ્યક્તિને બહેનો હોય છે તે કેટલો ધન્ય હોય છે. તેને સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેની બહેન અલકા તથા ડિરેક્ટર આનંદ એલ રાયે સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે.

A story that touches your heart so deeply & so instantly,it’s the quickest I’ve signed a film in my career.Dedicating this film,#RakshaBandhan to my sister,Alka & to the most special bond in the world...that of a brother and sister.Thank you @aanandlrai,this one is very special pic.twitter.com/3h4wxPltC1

— Akshay Kumar (@akshaykumar) August 3, 2020

લૉકડાઉનમાં ફિલ્મ ફાઈનલ કરી આનંદ એલ રાય તથા અક્ષય કુમાર બીજીવાર સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં બંનેએ ફિલ્મ ‘અતરંગી રે’માં સાથે કામ કર્યું છે. આનંદ એલ રાયે ‘રક્ષાબંધન’ ફિલ્મને લૉકડાઉનમાં ફાઈનલ કરી હતી. માનવામાં આવે છે કે આનંદ એલ રાય તથા અક્ષય કુમાર વચ્ચે ત્રણ ફિલ્મની ડીલ થઈ છે. અક્ષય કુમાર આ મહિનાના અંત સુધીમાં ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે સ્કોટલેન્ડ જવાનો છે.

અક્ષય કુમારની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ આવતા મહિને ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. અક્ષયની ‘બચ્ચન પાંડે’ પહેલાં આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે રિલીઝ થશે. અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું શૂટિંગ હજી બાકી છે. આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.







Akshay Kumar shares poster of upcoming film 'Rakshabandhan', to be released on November 5 next year