Morbiમાં મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડાતા 21 ગામોને એલર્ટ કરાયા
એક દરવાજો અડધો ફૂટ ખોલાતા 21 ગામોને એલર્ટ કરાયા મોરબીના 13 અને માળિયાના 8 ગામોને કરાયા એલર્ટ નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના મોરબી તેમજ આસપાસના ગામોમા વરસાદ થતા મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ છે,ત્યારે એક ગેટને અડધો ફૂટ ખોલી પાણીને નદીમાં છોડાઈ રહયું છે,જેને લઈ નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને હાઈએલર્ટ પર મૂકાયા છે,બીજી તરફ તંત્રએ સ્થાનિકોને સૂચના આપી છે કે,નીચાણવાળા વિસ્તારમાં જઉં નહી. કયા ગામોને એલર્ટ કરાયા મોરબીના ગોર ખિજડિયા, વનાળિયા, માનસર, રવાપર સહિત 13 ગામોને એલર્ટ કરાયા છે સાથે સાથે માળિયાના દેરાળા, મેઘપર રાસંગપર સહિત 8 ગામો એલર્ટ પર છે,ડેમમાંથી હાલ 417 ક્યૂસેક પાણીની આવક સામે 417 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ત્યારે તંત્ર પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી રહ્યું છે અને માઈક મારફતે સૂચના આપી રહ્યું છે,આ ગામોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે,જેના કારણે લોકોને નદીના પટ તરફ જતા રોકવામાં આવી રહ્યા છે. મોરબીમાં પાણીની ભારે આવક સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને મોરબી જિલ્લાને પાણી પુરૂ પાડતો મચ્છુ ડેમ છલોછલ ભરાયો છે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે,આ ડેમમાં પાણીની આવક થતા આસપાસના જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે ડેમમાં પાણી આવવાથી પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને લોકોને સમય મૂજબ પાણી મળી શકશે. તંત્ર એલર્ટ પર ડેમમાંથી પાણી છોડાતા મામલતદાર સહિતનો સ્ટાફ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યો છે અને લોકોને નદીના પટમાં ના જવા માટે સૂચના આપવામાં આવી રહી છે,પોલીસની ટીમ પણ બંદોબસ્ત કરીને લોકોને સાવચેત કરી રહી છે,ડેમમાં વરસાદના સમયે પાણી આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીને નદીના પટમાં છોડાઈ રહ્યું છે,મહત્વનું છે કે વર્ષો પહેલા મચ્છુ ડેમમાં હોનારત સર્જાતા તેના પાણી શહેરમાં ઘુસી ગયા હતા અને હજારો લોકોના મોત થયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- એક દરવાજો અડધો ફૂટ ખોલાતા 21 ગામોને એલર્ટ કરાયા
- મોરબીના 13 અને માળિયાના 8 ગામોને કરાયા એલર્ટ
- નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના
મોરબી તેમજ આસપાસના ગામોમા વરસાદ થતા મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ છે,ત્યારે એક ગેટને અડધો ફૂટ ખોલી પાણીને નદીમાં છોડાઈ રહયું છે,જેને લઈ નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને હાઈએલર્ટ પર મૂકાયા છે,બીજી તરફ તંત્રએ સ્થાનિકોને સૂચના આપી છે કે,નીચાણવાળા વિસ્તારમાં જઉં નહી.
કયા ગામોને એલર્ટ કરાયા
મોરબીના ગોર ખિજડિયા, વનાળિયા, માનસર, રવાપર સહિત 13 ગામોને એલર્ટ કરાયા છે સાથે સાથે માળિયાના દેરાળા, મેઘપર રાસંગપર સહિત 8 ગામો એલર્ટ પર છે,ડેમમાંથી હાલ 417 ક્યૂસેક પાણીની આવક સામે 417 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ત્યારે તંત્ર પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી રહ્યું છે અને માઈક મારફતે સૂચના આપી રહ્યું છે,આ ગામોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે,જેના કારણે લોકોને નદીના પટ તરફ જતા રોકવામાં આવી રહ્યા છે.
મોરબીમાં પાણીની ભારે આવક
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને મોરબી જિલ્લાને પાણી પુરૂ પાડતો મચ્છુ ડેમ છલોછલ ભરાયો છે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે,આ ડેમમાં પાણીની આવક થતા આસપાસના જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે ડેમમાં પાણી આવવાથી પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને લોકોને સમય મૂજબ પાણી મળી શકશે.
તંત્ર એલર્ટ પર
ડેમમાંથી પાણી છોડાતા મામલતદાર સહિતનો સ્ટાફ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યો છે અને લોકોને નદીના પટમાં ના જવા માટે સૂચના આપવામાં આવી રહી છે,પોલીસની ટીમ પણ બંદોબસ્ત કરીને લોકોને સાવચેત કરી રહી છે,ડેમમાં વરસાદના સમયે પાણી આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીને નદીના પટમાં છોડાઈ રહ્યું છે,મહત્વનું છે કે વર્ષો પહેલા મચ્છુ ડેમમાં હોનારત સર્જાતા તેના પાણી શહેરમાં ઘુસી ગયા હતા અને હજારો લોકોના મોત થયા હતા.