Morbiમાં ભાજપ આગેવાન રૂચિર કારીયાના રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપ્યાં

મોરબીમાં ભાજપ આગેવાનના રિસોર્ટમાં જુગાર રમતા શખ્સોને પોલીસે દરોડા પાડી ઝડપી પાડયા છે.પોલીસને બાતમી મળી હતી કે કમ્ફર્ટ રિસોર્ટમાં જુગાર ચાલી રહ્યોં છે,અને આ જુગાર હાઈફાઈ રીતે રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.પોલીસે 12 લાખ રોકડ સાથે 9 આરોપીઓને ઝડપી પાડયા છે. રુચિર કારીયાની હોટલમાં જુગારધામનો પર્દાફાશ મોરબી ભાજપના નેતા રૂચિર કારીયાની હોટલમાંથી આ જુગાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે.પોલીસે 9 આરોપીઓને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે કેટલા સમયથી આ જુગાર રમાડાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે કુલ મળીને 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.ટંકારા પોલીસે પાડયા દરોડા ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર 105મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા. બે દિવસ પહેલા પણ જુગારને લઈ પડયા દરોડા માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામમાંથી પોલીસે સાત જુગારીને જુગાર રમતા ઝડપી લીધા હતા તેની પાસેથી રૂ 46 750 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તહેવારો તો હજુ શરૂ નથી થયા ત્યાં જ જુગારીઓ પડમાં આવી જતાં પોલીસ પણ સાબદી બની ગઇ છે. જો કે રોજેરોજ અલગ અલગ સ્થળે દરોડા પાડીને જુગારીઓના રંગમાં ભંગ પાડે છે છતાં જુગારીઓ રમવાનું છોડતા નથી એ પણ હકિકત છે.  

Morbiમાં ભાજપ આગેવાન રૂચિર કારીયાના રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં ભાજપ આગેવાનના રિસોર્ટમાં જુગાર રમતા શખ્સોને પોલીસે દરોડા પાડી ઝડપી પાડયા છે.પોલીસને બાતમી મળી હતી કે કમ્ફર્ટ રિસોર્ટમાં જુગાર ચાલી રહ્યોં છે,અને આ જુગાર હાઈફાઈ રીતે રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.પોલીસે 12 લાખ રોકડ સાથે 9 આરોપીઓને ઝડપી પાડયા છે.

રુચિર કારીયાની હોટલમાં જુગારધામનો પર્દાફાશ

મોરબી ભાજપના નેતા રૂચિર કારીયાની હોટલમાંથી આ જુગાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે.પોલીસે 9 આરોપીઓને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે કેટલા સમયથી આ જુગાર રમાડાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે કુલ મળીને 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.


ટંકારા પોલીસે પાડયા દરોડા

ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર 105મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.

બે દિવસ પહેલા પણ જુગારને લઈ પડયા દરોડા

માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામમાંથી પોલીસે સાત જુગારીને જુગાર રમતા ઝડપી લીધા હતા તેની પાસેથી રૂ 46 750 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તહેવારો તો હજુ શરૂ નથી થયા ત્યાં જ જુગારીઓ પડમાં આવી જતાં પોલીસ પણ સાબદી બની ગઇ છે. જો કે રોજેરોજ અલગ અલગ સ્થળે દરોડા પાડીને જુગારીઓના રંગમાં ભંગ પાડે છે છતાં જુગારીઓ રમવાનું છોડતા નથી એ પણ હકિકત છે.