Kutchના રાપરમાં ભૂકંપના આંચકા, રાપરથી 26 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું
કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપરમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. તમને જણાવી દઈએ કે એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે.કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપ આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4.2 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે દેવ દિવાળીના દિવસે રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા અને જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. ભૂકંપનો આંચકો રાત્રે 10.16 કલાકે અનુભવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળી હતી અને ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડરનો માહોલ હતો. બીજી તરફ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપરમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. તમને જણાવી દઈએ કે એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે.
કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપ આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4.2 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે દેવ દિવાળીના દિવસે રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા અને જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. ભૂકંપનો આંચકો રાત્રે 10.16 કલાકે અનુભવાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળી હતી અને ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડરનો માહોલ હતો. બીજી તરફ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.