Junagadh News : જૂનાગઢમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે રોષ, મગફળીના પાથરા પલળી જતા હાલત કફોડી બની
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિસાવદર તાલુકાના કાના વડલા ગામ ખાતે ખેડૂતોએ પોતાનો પાક બાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને વિસાવદર તાલુકાના કાનાવડલા અને સોભાવડલા તેમજ મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામના ખેડૂતોની સ્થિતિ દયનીય છે.
મગફળીના પાકને મોટુ નુકસાન
ચિત્રોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે મગફળીનો પાક છે જેના પર ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરી, પરંતુ કમોસમી વરસાદે બધું જ તબાહ કરી નાખ્યું, પરંતુ ખેડૂતોનો આ રોષ માત્ર વરસાદ સામે નથી. તેમનો આક્રોશ છે સરકારની નીતિઓ સામે, ખોખલી જાહેરાતો સામે પણ છે, દર વખતે વરસાદ થાય એટલે સરકાર આવે અને મોટી મોટી વાતો કરે, સહાયની જાહેરાતો કરે પણ મળતું કશું જ નથી તેવો આક્ષેપ ખેડૂતોનો છે, ખેતરમાં પાણી ભરેલું છે. ખેડૂતને રવિ પાક લેવો છે એટલે પાક સળગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નતી.
ખેડૂતોએ સહાય માટે માગ કરી છે અને સરકાર જલદી ચૂકવે તેવી આશા
ખેડૂતોને હવે નવા પાક માટે ખેતર સાફ કરવાની તાત્કાલિક જરૂર છે. પરંતુ, બગડેલા પાકનો નિકાલ ન થતાં, તેમની પાસે ના છૂટકે આ અંતિમ અને આક્રોશભર્યું પગલું ભરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, ખેડૂતોનું આ આક્રોશભર્યો વિરોધ તંત્રની આંખ ખોલશે? શું ખેડૂતોને સમયસર યોગ્ય સહાય મળશે, કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોએ માત્ર ઠાલા વચનો પર જ સંતોષ માનવો પડશે?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

