Junagadh તંત્ર સાધનાનાં ઉપાસકો માટે શ્રેષ્ઠ દિવસ એટલે શરદ પૂર્ણિમા

હાલ નવરાત્રી પુર્ણ થતાં દશેરાની ઉજવણી બાદ હિન્દું તહેવારમાં પૂનમનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે આજે બુધવારનાં રોજ આસો સૂદ-પૂનમ વ્રતની શરદ પૂનર્ણિમાં, કોજાગરી-માણેકઠારી પુનમ તરીકેનો ઉત્સવ મનાવવામાં આવશે. તેમજ તંત્ર સાધનાં માટે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે.પુનમનાં દિવસથી શરદ ઋતુની શરૂઆત થાયજ્યતિષાચાર્ય આશિષ રાવનાં જણાવ્યા અનુંસાર શરદ પુનમનાં દિવસથી શરદ ઋતુની શરૂઆત થાય છે. તે માટે રાત્રિએ મંદિરોમાં માતાજીનાં ગરબા ગવાશે અને જ્યોતિષ શાસ્ત્રનાં નિયમ મુજબ પૂનમની તિથીનાં દેવતા "ચંદ્ર" ગણાય છે. જ્યારે ગ્રહ મંડળમાં નવ ગ્રહ પૈકી સૂર્ય-ચંદ્રનાં પ્રત્યક્ષ દર્શન થાય છે. તો સૂર્યને રાજા તરીકે માન-સન્માન આપવામાં આવે છે અને ચંદ્રને રાણી સાથે સરખાવવામાં આવે છે. સમગ્ર માનવ સૃષ્ટિમાં આ બંને ગ્રહોની ઉર્જા વગર માનવ જીવન અસંભવ છે.ચંદ્રનો જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છેઆવા દિવસે ચંદ્રને રાત્રે તેની સોળે કળાએ ખીલીને ધરતી પર અમૃત અને શીતળતા વરસાવે છે. તેનાથી શાંતિ એકાગ્રતા લાગણી સ્નેહમાં વધારો થાય છે. માટે આ દિવસને તંત્ર સાધનાનાં ઉપાસકો માટે શ્રેષ્ઠ માનવામાં છે. આ દિવસે પૂનમનાં ચંદ્રમાં દૂધમાં પૌવા, કાજુ, બદામ, એલચી મિશ્રિત કરી ચંદ્રદર્શન બાદ પ્રસાદી તરીકે ગ્રહણ કરવાથી આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહ પાપગ્રહની યુતિ કે પાપગ્રહની દૃષ્ટિથી પીડિત હોય તેમજ કુંડળીમાં ચંદ્રથી અશુભ યોગ બનતો હોય તેવા જાતકોએ અવશ્ય સફેદ વસ્તુનું દાન આપવું જોઈએ. તેમજ ચંદ્ર ગ્રહનાં જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે. આ દિવસે કાર્તિકેય સ્નાન કરી અને ચંદ્રની સામે ધ્યાન કરવાથી તેના કિરણો દ્વારા માનસિક બળ પ્રાપ્ત થાય અને માનસિક શાંતિમાં વધારો થાય છે. જેમનો ચંદ્ર નબળો હોય તેમણે આ ઉપાય ખાસ કરવો જોઈએ.

Junagadh તંત્ર સાધનાનાં ઉપાસકો માટે શ્રેષ્ઠ દિવસ એટલે શરદ પૂર્ણિમા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ નવરાત્રી પુર્ણ થતાં દશેરાની ઉજવણી બાદ હિન્દું તહેવારમાં પૂનમનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે આજે બુધવારનાં રોજ આસો સૂદ-પૂનમ વ્રતની શરદ પૂનર્ણિમાં, કોજાગરી-માણેકઠારી પુનમ તરીકેનો ઉત્સવ મનાવવામાં આવશે. તેમજ તંત્ર સાધનાં માટે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પુનમનાં દિવસથી શરદ ઋતુની શરૂઆત થાય

જ્યતિષાચાર્ય આશિષ રાવનાં જણાવ્યા અનુંસાર શરદ પુનમનાં દિવસથી શરદ ઋતુની શરૂઆત થાય છે. તે માટે રાત્રિએ મંદિરોમાં માતાજીનાં ગરબા ગવાશે અને જ્યોતિષ શાસ્ત્રનાં નિયમ મુજબ પૂનમની તિથીનાં દેવતા "ચંદ્ર" ગણાય છે. જ્યારે ગ્રહ મંડળમાં નવ ગ્રહ પૈકી સૂર્ય-ચંદ્રનાં પ્રત્યક્ષ દર્શન થાય છે. તો સૂર્યને રાજા તરીકે માન-સન્માન આપવામાં આવે છે અને ચંદ્રને રાણી સાથે સરખાવવામાં આવે છે. સમગ્ર માનવ સૃષ્ટિમાં આ બંને ગ્રહોની ઉર્જા વગર માનવ જીવન અસંભવ છે.

ચંદ્રનો જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે

આવા દિવસે ચંદ્રને રાત્રે તેની સોળે કળાએ ખીલીને ધરતી પર અમૃત અને શીતળતા વરસાવે છે. તેનાથી શાંતિ એકાગ્રતા લાગણી સ્નેહમાં વધારો થાય છે. માટે આ દિવસને તંત્ર સાધનાનાં ઉપાસકો માટે શ્રેષ્ઠ માનવામાં છે. આ દિવસે પૂનમનાં ચંદ્રમાં દૂધમાં પૌવા, કાજુ, બદામ, એલચી મિશ્રિત કરી ચંદ્રદર્શન બાદ પ્રસાદી તરીકે ગ્રહણ કરવાથી આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહ પાપગ્રહની યુતિ કે પાપગ્રહની દૃષ્ટિથી પીડિત હોય તેમજ કુંડળીમાં ચંદ્રથી અશુભ યોગ બનતો હોય તેવા જાતકોએ અવશ્ય સફેદ વસ્તુનું દાન આપવું જોઈએ. તેમજ ચંદ્ર ગ્રહનાં જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે. આ દિવસે કાર્તિકેય સ્નાન કરી અને ચંદ્રની સામે ધ્યાન કરવાથી તેના કિરણો દ્વારા માનસિક બળ પ્રાપ્ત થાય અને માનસિક શાંતિમાં વધારો થાય છે. જેમનો ચંદ્ર નબળો હોય તેમણે આ ઉપાય ખાસ કરવો જોઈએ.