Gujarat Weather : રાજયમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,આજે રાજયમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે.સાંજના સમયે વરસાદ પડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,તેમજ માછીમારોને અગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ખેડવાની મનાઈ છે.વેલમાર્ક લો પ્રેસર બનતા રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે. જાણો આજે કયાં અપાઈ છે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં સુરત, તાપી, ડાંગ,નવસારી, વલસાડ, દીવ,દમણ,દાદરાનગર હવેલી,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે સાથે સાથે ગાંધીનગમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશથી આ સિસ્ટમ ગુજરાત સુધી સક્રિય થઈ છે જેના કારણે વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.ત્યારે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી પણ ભિતી સેવાઈ રહી છે. ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે. સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,આજે રાજયમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે.સાંજના સમયે વરસાદ પડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,તેમજ માછીમારોને અગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ખેડવાની મનાઈ છે.વેલમાર્ક લો પ્રેસર બનતા રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે.
જાણો આજે કયાં અપાઈ છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં સુરત, તાપી, ડાંગ,નવસારી, વલસાડ, દીવ,દમણ,દાદરાનગર હવેલી,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે સાથે સાથે ગાંધીનગમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશથી આ સિસ્ટમ ગુજરાત સુધી સક્રિય થઈ છે જેના કારણે વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.ત્યારે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી પણ ભિતી સેવાઈ રહી છે.
ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો
હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.
સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.