Gujarat Weather : રાજયમાં આજે આ જગ્યાએ હળવા વરસાદની કરાઈ આગાહી
ગુજરાતના દરેક જિલ્લામાં વરાસાદનું જોર ઘટયું અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી માછીમારોને અગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે,ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જાણે હાથતાળી આપતો હોય તેમ લાગી રહ્યું છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,રેડ તેમજ યલો એલર્ટ કોઈ જગ્યાએ જાહેર કરવામાં આવ્યું નથી. આજે કયા અપાઈ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આજે બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અમદાવાદ, ગાંધીનગર,ખેડા, નડિયાદ,આણંદ, વડોદરા,નર્મદા, ભરૂચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,જૂનાગઢ, અમરેલી,પોરબંદર, ગીર સોમનાથ,દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરાના શિનોરમાં 34 મિમી, પંચમહાલના ગોધરામાં 17 મિમી, વડોદરાના કરજણ અને નર્મદાના તિલકવાડામાં 15 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે. 17 થી 21 ઓગસ્ટ સુધી અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેનાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.ઓગસ્ટના અંતમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતના દરેક જિલ્લામાં વરાસાદનું જોર ઘટયું
- અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
- માછીમારોને અગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે,ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જાણે હાથતાળી આપતો હોય તેમ લાગી રહ્યું છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,રેડ તેમજ યલો એલર્ટ કોઈ જગ્યાએ જાહેર કરવામાં આવ્યું નથી.
આજે કયા અપાઈ હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આજે બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અમદાવાદ, ગાંધીનગર,ખેડા, નડિયાદ,આણંદ, વડોદરા,નર્મદા, ભરૂચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,જૂનાગઢ, અમરેલી,પોરબંદર, ગીર સોમનાથ,દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.
છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરાના શિનોરમાં 34 મિમી, પંચમહાલના ગોધરામાં 17 મિમી, વડોદરાના કરજણ અને નર્મદાના તિલકવાડામાં 15 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે. 17 થી 21 ઓગસ્ટ સુધી અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેનાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.ઓગસ્ટના અંતમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાવાની શક્યતા છે.