Gujarat News : 21 જૂને ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ટર્મ પૂર્ણ થશે, ભાજપ 4 સભ્યોમાંથી કોને રિપીટ કરશે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. બીજી તરફ રાજ્યસભામાંથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થશે. 21 જૂને ચાર બેઠકોની ટર્મ પૂર્ણ થશે. હાલમાં ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે.
ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક
રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે તૈયારીઓ શરૂ કરાશે. ગુજરાત સહિતના રાજ્યોમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ શકે છે. આગામી મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાતમાં હાલમાં ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ખૂબ જ ઓછી છે. બીજી તરફ ભાજપે ગત વિધાનસભામાં જબરદસ્ત પ્રદર્શન કરીને કોંગ્રેસને કારમી માત આપી છે. ત્યારે રાજ્યસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી શકે છે.
ચારેય બેઠકો ભાજપ બિનહરીફ મેળવી શકે
ગુજરાતમાં કોંગ્રેસમાંથી માત્ર શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ છે. આ ઉપરાંત ભાજપમાંથી નરહરિ અમીન, રમીલાબેન બારા અને રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ છે. હવે આ ચારેય સાંસદોની ટર્મ પૂર્ણ થવા આવી છે. આગામી 21 જૂને ચારેય સાંસદોની ટર્મ પૂર્ણ થશે. બીજી તરફ હવે ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જે ઉમેદવાર નક્કી કરવામાં આવે તે બિનહરિફ ચૂંટાઈ શકે છે.
આ પણ વાંચો: Veraval: ડાભોર ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ, મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

