GST Scam: GST કૌભાંડને લઇ ચોકાવનારો ખુલાસો, ભાવનગરના વધુ 5 આરોપી ઝડપાયા
GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટીમો દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે થોડા દિવસ પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જયારે આજે વધુ 5 આરોપીઓની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા જીએસટી કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવનગરના વધુ પાંચ શખ્શોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હજુ શંકાસ્પદ 50 પેઢીઓ તંત્રના ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, GST કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભાવનગરના વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. ભાવનગરમાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આદિલ ખોખર, કાદર ખોખર ઉર્ફે નાવડી, અકીલ પઠાણ, શાહરુખ રંગરેજ, સરફરાજની ધરપકડ કરવમાં આવી છે. GST કૌભાંડ કેસમાં આ તમામને કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. બોગસ ફાઈલોને 25થી 50 હજારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે 50થી વધુ બોગસ કંપનીઓ ખોલી હોવાનું ખૂલ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટીમો દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે થોડા દિવસ પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જયારે આજે વધુ 5 આરોપીઓની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા જીએસટી કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવનગરના વધુ પાંચ શખ્શોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હજુ શંકાસ્પદ 50 પેઢીઓ તંત્રના ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, GST કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભાવનગરના વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.
ભાવનગરમાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આદિલ ખોખર, કાદર ખોખર ઉર્ફે નાવડી, અકીલ પઠાણ, શાહરુખ રંગરેજ, સરફરાજની ધરપકડ કરવમાં આવી છે. GST કૌભાંડ કેસમાં આ તમામને કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. બોગસ ફાઈલોને 25થી 50 હજારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે 50થી વધુ બોગસ કંપનીઓ ખોલી હોવાનું ખૂલ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.