Gandhinagar: LCBએ 9 જુગારીઓને ઝડપ્યા, 18 લાખનો મુદ્દામાલ જપ્ત

1.44 લાખની રોકડ સહિત 18 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યોગાંધીનગર એલસીબીએ કરી મોટી કાર્યવાહી પોલીસે ચાર વાહનો કબજે કર્યા, એક આરોપી ફરાર રાજ્યમાંથી ફરી એક વખત જુગારીઓ ઝડપાયા છે. ગાંધીનગરમાંથી 9 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. શહેરની એલસીબીએ જુગાર રમતા 9 લોકોની ધરપકડ કરી છે અને તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 4 વાહનો કબજે કર્યા, એક આરોપી ફરાર ગાંધીનગર એલસીબીએ મોટી કાર્યવાહી કરતા 9 જુગારીઓને ઝડપ્યા છે અને સાથે જ રૂપિયા 1.44 લાખ રોકડા સહિત કૂલ 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ સાથે જ 4 વાહનો કબજે કર્યા છે અને આ દરમિયાન એક આરોપી ફરાર થયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પેથાપુર પોલીસે દરોડો પાડી વાસણીયા મહાદેવમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપ્યા હતા. ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન વાસણીયા મહાદેવ મંદિર પાસે પહોંચતા એક વ્યક્તિએ બાતમી આપેલી કે વાસણીયા મહાદેવ પંચાયતની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક વ્યક્તિઓ ભેગા થઈને ચકી-ફુદીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. ભાવનગરમાં પણ વીડિયોગેમની આડમાં ચાલતા જુગારધામ પર દરોડા ભાવનગર શહેરમાં વીડિયો ગેમની આડમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વીડિયો ગેઈમ ઉપર ચાલતા જુગાર ઉપર દરોડા પાડ્યા છે. શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટી નજીક વીડિયો ગેમ ઉપર જુગારધામ ચાલતું હતું. આ દરમિયાન LCBની ટીમે દરોડા પાડીને રોકડ રકમ સાથે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઓનલાઈન ગેમમાં ચાલતા જુગાર ધામ ઉપર ભાવનગર પોલીસે કડક કાર્યવાહી કરી છે. ઝાલાવાડમાં જુગારના 5 સ્થળે દરોડા, 25 શખ્સો પકડાયા થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર શહેરની પાણીની ટાંકી પાસે અને ધ્રાંગધ્રાના પુનીતનગર, લખતરના ઓળક, વઢવાણની કેસરીયા બાલમ હોટલ તથા વઢવાણ પોલીસ લાઈન પાછળ રમાતા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી અને આશરે 25 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી, આ સાથે પોલીસની ટીમે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Gandhinagar: LCBએ 9 જુગારીઓને ઝડપ્યા, 18 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1.44 લાખની રોકડ સહિત 18 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
  • ગાંધીનગર એલસીબીએ કરી મોટી કાર્યવાહી
  • પોલીસે ચાર વાહનો કબજે કર્યા, એક આરોપી ફરાર

રાજ્યમાંથી ફરી એક વખત જુગારીઓ ઝડપાયા છે. ગાંધીનગરમાંથી 9 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. શહેરની એલસીબીએ જુગાર રમતા 9 લોકોની ધરપકડ કરી છે અને તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે 4 વાહનો કબજે કર્યા, એક આરોપી ફરાર

ગાંધીનગર એલસીબીએ મોટી કાર્યવાહી કરતા 9 જુગારીઓને ઝડપ્યા છે અને સાથે જ રૂપિયા 1.44 લાખ રોકડા સહિત કૂલ 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ સાથે જ 4 વાહનો કબજે કર્યા છે અને આ દરમિયાન એક આરોપી ફરાર થયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પેથાપુર પોલીસે દરોડો પાડી વાસણીયા મહાદેવમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપ્યા હતા.

ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન વાસણીયા મહાદેવ મંદિર પાસે પહોંચતા એક વ્યક્તિએ બાતમી આપેલી કે વાસણીયા મહાદેવ પંચાયતની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક વ્યક્તિઓ ભેગા થઈને ચકી-ફુદીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે.

ભાવનગરમાં પણ વીડિયોગેમની આડમાં ચાલતા જુગારધામ પર દરોડા

ભાવનગર શહેરમાં વીડિયો ગેમની આડમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વીડિયો ગેઈમ ઉપર ચાલતા જુગાર ઉપર દરોડા પાડ્યા છે. શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટી નજીક વીડિયો ગેમ ઉપર જુગારધામ ચાલતું હતું. આ દરમિયાન LCBની ટીમે દરોડા પાડીને રોકડ રકમ સાથે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઓનલાઈન ગેમમાં ચાલતા જુગાર ધામ ઉપર ભાવનગર પોલીસે કડક કાર્યવાહી કરી છે.

ઝાલાવાડમાં જુગારના 5 સ્થળે દરોડા, 25 શખ્સો પકડાયા

થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર શહેરની પાણીની ટાંકી પાસે અને ધ્રાંગધ્રાના પુનીતનગર, લખતરના ઓળક, વઢવાણની કેસરીયા બાલમ હોટલ તથા વઢવાણ પોલીસ લાઈન પાછળ રમાતા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી અને આશરે 25 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી, આ સાથે પોલીસની ટીમે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.