Dwarkaમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો, આ માવઠાથી જગતનો તાત ચિંતિત બન્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રાધામ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. ઝરમર વરસાદ બાદ દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. જ્યારે યાત્રાધામની મુલાકાતે આવેલા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા શહેરનું વાતાવરણ સતત વાદળછાયું રહ્યું છે.
સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ઝરમર અને ધોધમાર વરસાદના ઝાપટાં પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને દ્વારકા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેડૂતોએ પોતાના પાક માટે લણણીની તૈયારી કરી છે ત્યાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મગફળી, કપાસ અને અન્ય શિયાળુ પાકોને આ કમોસમી માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
દ્વારકામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ
સતત કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોની ગુણવત્તા બગડે છે અને આર્થિક નુકસાન થાય છે. જે ખેડૂતો માટે બેવડી મુશ્કેલી સમાન છે. બીજી તરફ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવેલા દૂર-દૂરના પ્રવાસીઓને પણ વરસાદના કારણે અગવડતા વેઠવી પડી રહી છે. સતત ઝરમર વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા છે અને યાત્રાળુઓને મંદિરે જવા-આવવામાં મુશ્કેલી પડી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

