Dehgamના વાસણા રાઠોડ રોડ પર અકસ્માતમાં એક મહિલાનું મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરના દહેગામના વાસણા રાઠોડ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયુ હતુ તો અન્ય ત્રણ વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. મહિલાનું મોત દહેગામ થી વાસણા રાઠોડ તરફ જતા રોડ ઉપર શેરડી ફાર્મ નજીક આજે બપોરે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઈક પાછળ સવાર એક મહિલાનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત ગંભીર ઇજાઓ થવાથી નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણેક જણા ઈજા ગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલા તેના પુત્ર સાથે બાઈક ઉપર સવાર થઈને હરસોલી ગામે જવા નીકળ્યા હતા ત્યારે વાસણા રાઠોડ નજીક રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઘટના સ્થળ દહેગામ પોલીસે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. સીસીટીવી પણ જપ્ત કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આસપાસના લોકોના નિવેદન નોંધીને સીસીટીવી પણ જપ્ત કર્યા હતા,મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,પોલીસે હાલમાં ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેને લઈ ઘટના સ્થળે એક ટીમ સ્ટેન્ડ બાય રાખી છે,પંચનામું કરીને કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે કયા બાઈક ચાલકના કારણે આ અકસ્માત સર્જાયો છે અને કોની ભૂલ છે તે હાલમાં સામે આવ્યું નથી. ત્રણ દિવસ પહેલા હાલીસા રોડ પર સર્જાયો અકસ્માત દહેગામના હાલીસા રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નિપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ગાંધીનગરના મગોડી રાજપૂતવાસમાં રહેતા શૈલેષસિંહ કેશરીસંહ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના ચાર ભાઈ બહેન પૈકી પોપટજી પાંચેક દિવસથી તેની સાસરી સાણોદા ગામે રહેવા ગયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના દહેગામના વાસણા રાઠોડ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયુ હતુ તો અન્ય ત્રણ વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
મહિલાનું મોત
દહેગામ થી વાસણા રાઠોડ તરફ જતા રોડ ઉપર શેરડી ફાર્મ નજીક આજે બપોરે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઈક પાછળ સવાર એક મહિલાનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત ગંભીર ઇજાઓ થવાથી નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણેક જણા ઈજા ગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલા તેના પુત્ર સાથે બાઈક ઉપર સવાર થઈને હરસોલી ગામે જવા નીકળ્યા હતા ત્યારે વાસણા રાઠોડ નજીક રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઘટના સ્થળ દહેગામ પોલીસે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સીસીટીવી પણ જપ્ત કરવામાં આવ્યા
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આસપાસના લોકોના નિવેદન નોંધીને સીસીટીવી પણ જપ્ત કર્યા હતા,મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,પોલીસે હાલમાં ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેને લઈ ઘટના સ્થળે એક ટીમ સ્ટેન્ડ બાય રાખી છે,પંચનામું કરીને કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે કયા બાઈક ચાલકના કારણે આ અકસ્માત સર્જાયો છે અને કોની ભૂલ છે તે હાલમાં સામે આવ્યું નથી.
ત્રણ દિવસ પહેલા હાલીસા રોડ પર સર્જાયો અકસ્માત
દહેગામના હાલીસા રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નિપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ગાંધીનગરના મગોડી રાજપૂતવાસમાં રહેતા શૈલેષસિંહ કેશરીસંહ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના ચાર ભાઈ બહેન પૈકી પોપટજી પાંચેક દિવસથી તેની સાસરી સાણોદા ગામે રહેવા ગયો હતો.