CM અસરગ્રસ્ત ક્ષેત્રોના કલેક્ટરોના સંપર્કમાં, લોકોને સહયોગની અપીલ

સ્થળાતંરિતોના ભોજન, આરોગ્યની કાળજી રાખવા સૂચનાપ્રદેશ ભાજપ અધ્યક્ષે કાર્યકરોને રાહતના કામે લાગી જવા કહ્યું 270થી વધુ નાગરીકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંકલનમાં હોવાનું જણાવ્યુ હતુ. તેમણે નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સુચનાઓનુ પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા પણ અપીલ કરી છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના જિલ્લા પ્રમુખો, કાર્યકરો, નેતાઓને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત અને બચાવના કામે તેમજ સ્થાનિક વહિવટી તંત્રની મદદમાં જોતરાઈ જવા સુચના આપી હતી. રાજસ્થાનના પ્રવાસે રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, વહિવટી તંત્ર દ્વારા પુરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં NDRF અને SDRFની 10 ટુકડીઓ વિવિધ સ્થળે બચાવકાર્યમાં તહેનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દોહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં નીચાણવાળા ક્ષેત્રોમાંથી અંદાજે 11,900 નાગરીકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સૌને સલામત આશ્રાયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી લેવામાં આવી રહી છે. 270થી વધુ નાગરીકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તુટી પડેલા વૃક્ષોને હટાવીને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમણે સ્થળાંતરીત નાગરીકો માટે વિશેષ કાળજી લેવા પણ તંત્રને સુચના આપી હતી.

CM અસરગ્રસ્ત ક્ષેત્રોના કલેક્ટરોના સંપર્કમાં, લોકોને સહયોગની અપીલ
  • સ્થળાતંરિતોના ભોજન, આરોગ્યની કાળજી રાખવા સૂચના
  • પ્રદેશ ભાજપ અધ્યક્ષે કાર્યકરોને રાહતના કામે લાગી જવા કહ્યું
  • 270થી વધુ નાગરીકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંકલનમાં હોવાનું જણાવ્યુ હતુ. તેમણે નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સુચનાઓનુ પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા પણ અપીલ કરી છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના જિલ્લા પ્રમુખો, કાર્યકરો, નેતાઓને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત અને બચાવના કામે તેમજ સ્થાનિક વહિવટી તંત્રની મદદમાં જોતરાઈ જવા સુચના આપી હતી.

રાજસ્થાનના પ્રવાસે રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, વહિવટી તંત્ર દ્વારા પુરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં NDRF અને SDRFની 10 ટુકડીઓ વિવિધ સ્થળે બચાવકાર્યમાં તહેનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દોહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં નીચાણવાળા ક્ષેત્રોમાંથી અંદાજે 11,900 નાગરીકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સૌને સલામત આશ્રાયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી લેવામાં આવી રહી છે. 270થી વધુ નાગરીકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તુટી પડેલા વૃક્ષોને હટાવીને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમણે સ્થળાંતરીત નાગરીકો માટે વિશેષ કાળજી લેવા પણ તંત્રને સુચના આપી હતી.