BREAKING: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી ઝડપાયા, 48 કલાકે ક્રાઈમ બ્રાન્ચને સફળતા

Misdemeanor Case In Vadodara: વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને તે ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડયોભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.

BREAKING: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી ઝડપાયા, 48 કલાકે ક્રાઈમ બ્રાન્ચને સફળતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Misdemeanor Case In Vadodara: વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને તે ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. 

માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડયો

ભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.

પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.