Bhavnagar: કોલકત્તાની દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા

હોસ્પિટલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કોલકત્તામાં બનેલી ઘટના બાદ રાજ્યના તમામ ડોક્ટરો ન્યાય માટે મેદાનમાં 25 જેટલા સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો કોલકત્તામાં બનેલી દુર્ઘટનાનું પુનરાવર્તન ના થાય એ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોલકત્તામાં બનેલી ઘટના બાદ રાજ્યના તમામ ડોક્ટરો ન્યાય માટે મેદાનમાં આવ્યા હતા અને ડોક્ટરોની સેફટીનો મુદ્દો પણ સામે આવ્યો હતો. સિક્યુરીટી ગાર્ડ વધારવાનો હોસ્પિટલના સત્તાધીશોએ નિર્ણય કર્યો ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફટી તેમજ અન્ય કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સિક્યુરીટી ગાર્ડ વધારવાનો હોસ્પિટલના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે. જેમાં 25 જેટલા સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ 174 જેટલા સિક્યુરીટી ગાર્ડ હોસ્પિટલમાં અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા હતા તે વધીને હવે 200 જેટલા ગાર્ડ હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં ખૂણે ખાચરે બેઠેલા અસામાજિક તત્વો સામે પણ તવાઈ બોલાવવામાં આવશે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટએ જણાવ્યું હતું કે ડોક્ટરો અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થતી બોલાચાલી અને મારામારી સુધી મામલો પહોંચી જાય છે ત્યારે ડોક્ટરોના રક્ષણ માટે સિક્યુરીટી ગાર્ડ મદદમાં આવશે. કોલકત્તાની દુર્ઘટના જાણો પીડિતાની માતાએ શું કહ્યું... પીડિતાની માતાએ વધુમાં કહ્યું કે, મારી દીકરી ગુરુવારે ડ્યુટી માટે ગઈ હતી અને અમને શુક્રવારે રાત્રે 10.53 વાગ્યે આ ફોન આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમને તેને જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. પછી અમને રાત્રે 3 વાગ્યે તેને જોવાની મંજૂરી આપવામાં આવી. તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો. તેના હાથ ભાંગી ગયા હતા. આંખો અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. તેને જોઈને જ એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ તેની હત્યા કરી હોય. મેં તેમને કહ્યું કે આ આત્મહત્યા નથી, હત્યા છે. પીડિતાની માતાએ કહ્યું કે અમે અમારી દીકરીને ડોક્ટર બનાવવા માટે ઘણી મહેનત કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

Bhavnagar: કોલકત્તાની દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોસ્પિટલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય
  • કોલકત્તામાં બનેલી ઘટના બાદ રાજ્યના તમામ ડોક્ટરો ન્યાય માટે મેદાનમાં
  • 25 જેટલા સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો

કોલકત્તામાં બનેલી દુર્ઘટનાનું પુનરાવર્તન ના થાય એ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોલકત્તામાં બનેલી ઘટના બાદ રાજ્યના તમામ ડોક્ટરો ન્યાય માટે મેદાનમાં આવ્યા હતા અને ડોક્ટરોની સેફટીનો મુદ્દો પણ સામે આવ્યો હતો.

સિક્યુરીટી ગાર્ડ વધારવાનો હોસ્પિટલના સત્તાધીશોએ નિર્ણય કર્યો

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફટી તેમજ અન્ય કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સિક્યુરીટી ગાર્ડ વધારવાનો હોસ્પિટલના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે. જેમાં 25 જેટલા સિક્યુરીટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ 174 જેટલા સિક્યુરીટી ગાર્ડ હોસ્પિટલમાં અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા હતા તે વધીને હવે 200 જેટલા ગાર્ડ હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં ખૂણે ખાચરે બેઠેલા અસામાજિક તત્વો સામે પણ તવાઈ બોલાવવામાં આવશે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટએ જણાવ્યું હતું કે ડોક્ટરો અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થતી બોલાચાલી અને મારામારી સુધી મામલો પહોંચી જાય છે ત્યારે ડોક્ટરોના રક્ષણ માટે સિક્યુરીટી ગાર્ડ મદદમાં આવશે.

કોલકત્તાની દુર્ઘટના જાણો પીડિતાની માતાએ શું કહ્યું...

પીડિતાની માતાએ વધુમાં કહ્યું કે, મારી દીકરી ગુરુવારે ડ્યુટી માટે ગઈ હતી અને અમને શુક્રવારે રાત્રે 10.53 વાગ્યે આ ફોન આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમને તેને જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. પછી અમને રાત્રે 3 વાગ્યે તેને જોવાની મંજૂરી આપવામાં આવી. તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો. તેના હાથ ભાંગી ગયા હતા. આંખો અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. તેને જોઈને જ એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ તેની હત્યા કરી હોય. મેં તેમને કહ્યું કે આ આત્મહત્યા નથી, હત્યા છે. પીડિતાની માતાએ કહ્યું કે અમે અમારી દીકરીને ડોક્ટર બનાવવા માટે ઘણી મહેનત કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.