Bharuch:હિન્દુ મહિલા ઉપર દુષ્કર્મ ગુજારનાર મૌલવી 10 દિવસના રિમાન્ડ ઉપર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વરથી 8 કિ.મી. દૂર રવિદ્રા ગામે આવેલી મદરેસાના મૌલવીએ સુરત જિલ્લાની એક હિન્દુ મહિલા સાથે પરિચય કેળવ્યા બાદ તેની ઉપર દુષ્કર્મ આચરીને ઇસ્લામ કબુલવા માટે દબાણ કરવામાં આવતુ હતું. આ મામલે મહિલાએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૌલવી સામે ગુનો નોંધીને મૌલવીની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાની હદને અડીને આવેલા રવિદ્રા ગામમાં મદરેસાના મૌલવી અઝ્વદ બેમાત સાથે સુરત જિલ્લાના એક ગામમાં રહેતી હિંદુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી પરિચય થયો હતો. મૌલવી અઝવદ બેમાતે વારંવાર મહિલાને મેસેજ મોકલતો હતો અને જે બાદ કોલ ઉપર વાતચીત કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મૌલવી અઝવદ બેમાતે મહિલાને લગ્ન કરવાનું વચન આપ્યુ હતુ અને ત્રણ વખત મુલાકાત કરી હતી. દરમિયાન મૌલવીએ ગત 9 મી નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલા ઘરમાં મહિલાને બોલાવી હતી. અહી મૌલવી સુગંધી પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઇ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું ત્યાર બાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહિ કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઆપી હતી.મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૌલવીની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી મૌલવી કેનેડાનો સીટીઝન હોવાનું અને અહી કેટલાક સમયથી આવ્યો હોવાનું જાણવા મળે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

