Bharuch:રાજપારડી, ઉમલ્લા અને ઉચેડિયા ગામમાં રખડતાં ઢોરોનો ભારે ત્રાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે રખડતા ઢોરોને લઇને ખેડૂતો અને ગ્રામજનોને હાલાકિ ભોગવવી પડતી હોઇ ઉચેડિયા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસને લેખિતમાં રજુઆત કરીને રખડતા પશુઓનો ત્રાસ દુર થાય તે માટે યોગ્ય કરવા માંગ કરી હતી.
ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું કે ઉચેડિયા ગામના વિસ્તારમાં રખડતા ઢોરને લઇને લોકોને તકલીફ પડે છે.રાણીપુરાના પશુપાલકના ઢોર ખેતરોમાં ઘુસી જઇને ખેતરોમાં ઉગાડેલ શાકભાજી શેરડી જેવા પાકોને નુકશાન કરે છે,અને આ બાબતે ઢોરોના માલિકને જણાવતા તે એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપે છે,એવો આક્ષેપ ઉચેડિયા ગામના આ ખેડૂતે તેમની રજુઆતમાં કર્યો હતો.ઉચેડિયા ગ્રામ પંચાયત અને ગામના ખેડૂત દ્વારા ઝઘડિયા પોલીસને લેખિતમાં રજુઆત કરીને આ બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા જેવા ગામોની જાહેર સ્થળોએ ધોરીમાર્ગ પર અડિંગો જમાવીને ઉભા રહેતા પશુઓના કારણે વાહનચાલકોને તકલીફ પડે છે,ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો અને પોલીસ પોતાના પશુઓને જાહેર માર્ગ પર રખડતા મુકતા પશુમાલિકો વિરુધ્ધ કાયદેસર પગલા ભરે તે પણ જરૂરી બન્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

