Anandના તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3ના મોત

આણંદના તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં મોત થયા છે.વડદલા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે સ્ટાફ દોડી આવ્યો હતો,તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે. લકઝરી બસ અને ટ્રકનો અકસ્માત તારાપુર ધર્મજ હાઈવે પર આમ પણ અકસ્માત વારંવાર સર્જાતો હોય છે,ટ્રક લકઝરીની કે લકઝરી ટ્રકની ઓવરટેક કરવા ગયો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી,જોત જોતામાં ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતા,પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રાફિકને દૂર કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,પોલીસે મુસાફરો અને અન્ય લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથધરી છે. વડદલા પાટીયા નજીક અકસ્માત સર્જાયો આ અકસ્માત વડદલા પાટીયા નજીક સર્જાયો હતો તો પેટલાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે,સમગ્ર ઘટનામાં પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ આ અકસ્માતમાં લકઝરી બસના ડ્રાઈવર કે પછી ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધે છે તે જોવાનું રહ્યું. 8 નવેમ્બર 2024ના રોજ પણ થયો હતો અકસ્માત તારાપુર તાલુકાના ચીતરવાડા ગામે રહેતા ભરતભાઈ છોટાભાઈ પટેલ એક્ટિવા લઈ ગતરોજ તારાપુરથી ચીતરવાડા જઈ રહ્યા હતા. દરમિયાન તારાપુરથી વટામણ તરફના હાઇવે પર આવેલી ઇન્દ્રણજ દરગાહ નજીક બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં રોંગ સાઈડે પૂર ઝડપે આવી રહેલી ઇકોના ચાલકે એક્ટિવને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતભાઈ પટેલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે રસ્તા પર ભારે લોહી વહી ગયું હતું અને ઘટના સ્થળે મોત નિપજયું હતુ. 

Anandના તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં મોત થયા છે.વડદલા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે સ્ટાફ દોડી આવ્યો હતો,તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે.

લકઝરી બસ અને ટ્રકનો અકસ્માત

તારાપુર ધર્મજ હાઈવે પર આમ પણ અકસ્માત વારંવાર સર્જાતો હોય છે,ટ્રક લકઝરીની કે લકઝરી ટ્રકની ઓવરટેક કરવા ગયો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી,જોત જોતામાં ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતા,પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રાફિકને દૂર કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,પોલીસે મુસાફરો અને અન્ય લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.


વડદલા પાટીયા નજીક અકસ્માત સર્જાયો

આ અકસ્માત વડદલા પાટીયા નજીક સર્જાયો હતો તો પેટલાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે,સમગ્ર ઘટનામાં પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ આ અકસ્માતમાં લકઝરી બસના ડ્રાઈવર કે પછી ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધે છે તે જોવાનું રહ્યું.

8 નવેમ્બર 2024ના રોજ પણ થયો હતો અકસ્માત

તારાપુર તાલુકાના ચીતરવાડા ગામે રહેતા ભરતભાઈ છોટાભાઈ પટેલ એક્ટિવા લઈ ગતરોજ તારાપુરથી ચીતરવાડા જઈ રહ્યા હતા. દરમિયાન તારાપુરથી વટામણ તરફના હાઇવે પર આવેલી ઇન્દ્રણજ દરગાહ નજીક બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં રોંગ સાઈડે પૂર ઝડપે આવી રહેલી ઇકોના ચાલકે એક્ટિવને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતભાઈ પટેલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે રસ્તા પર ભારે લોહી વહી ગયું હતું અને ઘટના સ્થળે મોત નિપજયું હતુ.