Anand : તૂટી પડેલા ગંભીરા બ્રિજ પર બનશે સ્ટીલ બ્રિજ, ફેબ્રુઆરી સુધીમાં વાહનચાલકોને મળશે નવો બ્રિજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં છેલ્લા 5 મહિનાથી નોકરિયાતો અને વિદ્યાર્થીઓને 40 કિલોમીટર ફરીને અવરજવર કરવાની ફરજ પડી હતી. સરકારે ગંભીરા બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવી રાહદારીઓ તેમજ ટુ-વ્હીલર વાહનચાલકો માટે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ,નોકરિયાતો અને ધંધાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.સમારકામ પૂર્ણ થવાથી આ બંને જિલ્લાઓ વચ્ચે અવરજવર કરતા લોકોને મોટી રાહત મળશે અને તેમનો સમય તથા અંતર બચશે.
નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓંને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી
ગત જુલાઇ માસમાં આણંદ જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયેલ. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. જેમાં આણંદના ગંભીરા,બામણગામ સહીતના ગામોમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓંને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી જેમાં સમય અને નાણાંનો પણ વ્યય થતો હતો.તેમજ ગંભીરા તરફ આવેલ નાના ધંધાર્થીઓના ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા હતા.જેને લઇ તૂટી પડેલ બ્રિજનું સમારકામ કરીને વૈકલ્પિક રીતે શરૂ કરવા માટે સ્થાનિકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું
બ્રિજના સમારકામ માટે પોરબંદરથી ટીમ આવી પહોંચી
હવે સરકાર દ્વારા ગંભીરા નદી પર નવીન બ્રિજ બનતા સુધી વૈકલ્પિક રીતે રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે 9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમાર કામગીરીની મંજૂરી આપતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. હાલ નદી પર તૂટી પડેલા બ્રિજના સમારકામ માટે પોરબંદરથી ટીમ આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.અને આગામી બે માસમાં કામગીરી પૂર્ણ કરીને ફેબ્રુઆરી સુધીમાં બ્રિજને ખુલ્લો મુકવાની ગણતરી લગાવવામાં આવી રહી છે. જાહેર કરેલ સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ કરીને વહેલી તકે તેને ખુલ્લો મુકવામાં આવે
ગંભીરા બ્રિજને સમારકામ કરી ખુલ્લું મુકવાની જાહેરાત કરતા સ્થાનિક વહેપારીઓ,ધંધાર્થીઓ,નોકરિયાતો અને વિદ્યાર્થીઓને આ જાહેરાતને આવકારી છે સાથે સાથે સરકારે જાહેર કરેલ સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ કરીને વહેલી તકે તેને ખુલ્લો મુકવામાં આવે તે જોવા અને લોકોને જલ્દી સુવિધાનો લાભ મળે તે માટે સરકાર ખાસ ધ્યાન આપે તેવી માંગ પણ કરી છે.
આ પણ વાંચો--- Surat : ચોંકાવનારી ઘટના, ઘરેથી ભાગેલી સગીરાને દંપતીએ આશરો તો આપ્યો પણ પછી બતાવ્યો અસલી ચહેરો, વાંચો દર્દનાક ઘટના
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

