Anand: ટેલરપુરામાં લોકો પાકા રસ્તાથી વંચિત, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કરી રજૂઆત

ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો કરે છે વસવાટઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી પાકા રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિકો પરેશાન પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં રહીશોને પાકા રસ્તાની સુવિધા ન મળતા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રસ્તાની સુવિધા મળે તે માટે રજૂઆત કરી હતી. ઘણા વર્ષોથી આ લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી. શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવતા થોડી ક્ષણો હોસ્પિટલમાં મોડા પડતા મોત નીપજ્યું હતું. ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી. હાલ ગામેગામ પાકા રસ્તા થઈ ગયા છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધા ન મળતાં લેખિતમાં રજૂઆત કરી હતી. આવેદનપત્ર આપી કરી રજૂઆત પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહે છે. કાદવ કિચડ વાળા રસ્તાને કારણે લોકોને વાહનો લઈને આવા જવામાં તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહે છે. જેને લઈને આજે આ વિસ્તારના રહીશો સેવાસદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રસ્તાની સુવિધા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા 20થી 25 મિનિટ મોડું થતા યુવકનું મોત નીપજ્યું હતું. 108 ઈમરજન્સી વાન પણ આવી શકે તેવા રસ્તા નથી. ત્યારે હાલ સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધા મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Anand: ટેલરપુરામાં લોકો પાકા રસ્તાથી વંચિત, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો કરે છે વસવાટ
  • ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી
  • પાકા રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિકો પરેશાન

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં રહીશોને પાકા રસ્તાની સુવિધા ન મળતા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રસ્તાની સુવિધા મળે તે માટે રજૂઆત કરી હતી. ઘણા વર્ષોથી આ લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી.

શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી

ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવતા થોડી ક્ષણો હોસ્પિટલમાં મોડા પડતા મોત નીપજ્યું હતું. ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી. હાલ ગામેગામ પાકા રસ્તા થઈ ગયા છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધા ન મળતાં લેખિતમાં રજૂઆત કરી હતી.

આવેદનપત્ર આપી કરી રજૂઆત

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહે છે. કાદવ કિચડ વાળા રસ્તાને કારણે લોકોને વાહનો લઈને આવા જવામાં તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહે છે. જેને લઈને આજે આ વિસ્તારના રહીશો સેવાસદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રસ્તાની સુવિધા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.

દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા 20થી 25 મિનિટ મોડું થતા યુવકનું મોત નીપજ્યું હતું. 108 ઈમરજન્સી વાન પણ આવી શકે તેવા રસ્તા નથી. ત્યારે હાલ સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધા મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.