Ambalal Patelની આગાહી, રાજયમાં 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડી શકે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજ્યમાં 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.11 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે,તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુ એક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ હાલ રાજયમાં જોઈએ એવી ઠંડી જામી નથી ત્યારે 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે તેવી આગાહી કરવામાં આવી છે.14 થી 18 નવેમ્બર વચ્ચે લો-પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં એક લો-પ્રેશર બનશે જેને લઈ પૂર્વીય દેશોમાંથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે,બંગાળના ઉપસાગરમાં તેના અવશેષ આવતા સિસ્ટમ બનશે તો 18 થી 24 નવેમ્બર વચ્ચે ભારે ચક્રવાત બનવાની શક્યતા છે જેને લઈ 19 થી 22 નવેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે.ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજ્યમાં 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.11 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે,તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
વધુ એક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ
હાલ રાજયમાં જોઈએ એવી ઠંડી જામી નથી ત્યારે 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે તેવી આગાહી કરવામાં આવી છે.14 થી 18 નવેમ્બર વચ્ચે લો-પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં એક લો-પ્રેશર બનશે જેને લઈ પૂર્વીય દેશોમાંથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે,બંગાળના ઉપસાગરમાં તેના અવશેષ આવતા સિસ્ટમ બનશે તો 18 થી 24 નવેમ્બર વચ્ચે ભારે ચક્રવાત બનવાની શક્યતા છે જેને લઈ 19 થી 22 નવેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે.
ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ
ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.
વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.