Ahmedabad: ગોતાના 48 મકાનોના 33 કરોડ ઉઘરાવી હાઉસિંગ બોર્ડે વ્યાજ ખાધું, લાભાર્થીને

હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ, અધિકારીઓ રાહ જોઇને બેસી રહ્યા છે3 વર્ષ પહેલાં 3300 લાભાર્થીએ 1 લાખ ડિપોઝિટ ભરી હતી, 22 કરોડ બોર્ડ પાસે જમા બોર્ડ 33 કરોડની રકમ પર ત્રણ વર્ષથી વ્યાજ ખાધુ હતું ગુજરાત હાઉસીંગ બોર્ડે ગોતામાં વસંતનગર ટાઉનશીપની અંદર વિરસાવરકર રાઇટસના 48 મકાનો માટે વર્ષ 2021માં એક લાખ ડિપોઝીટ સાથે અરજી મંગાવી હતી. અંદાજે 3300થી વધુ લાભાર્થીએ અરજી કરી હતી. અરજી બાદ ULCD ના લાભાર્થીઓએ મકાન આપવાની માંગ સાથે બોર્ડમાં રજૂઆત કરી હતી. જે બોર્ડ દ્વારા માન્ય ન રખાતા ULCDના લાભાર્થીઓ હાઇકોર્ટમાં જતાં ડ્રોની કામગીરી ઘોંચમાં પડી હતી. જે આજદીન સુધી આગળ નહીં વધતાં મકાન માટે અરજી કરનાર લાભાર્થીઓ વગર વ્યાજે ડિપોઝીટની એક લાખની રકમ પરત મેળવી રહ્યા છે. બોર્ડ 33 કરોડની રકમ પર ત્રણ વર્ષથી વ્યાજ ખાધુ હતું. જ્યારે લાભાર્થીને કોઇ લાભ મળ્યો નહીં. હજી પણ બોર્ડમાં રૂપિયા 22 કરોડ જમા છે. બીજી બાજુ ડ્રો કરવાના હતાં ત્યારે જ અર્બન લેન્ડ સીલીંગ (ULCD)ના 21 લાભાર્થીએ હાઇકોર્ટમાં જતાં સમગ્ર મામલો ઘોંચમાં પડી ગયો હતો. સુત્રો કહ્યું કે, ULCDના લાભાર્થીઓએ 1990માં પ્લોટ અને મકાન માટે રૂ 250ની રકમ સરકારમાં ભરી હતી. પરંતુ પ્લોટ કે મકાન ન મળતા લાભાર્થીએ 2017 પહેલા રજૂઆત કરતાં સરકારે ઉકેલ લાવવા બોર્ડને જાણ કરી હતી. પરંતુ પ્લોટ કે 25.00 ચો.મી.નું મકાન ઉપલબ્ધ નહીં હોવાથી બોર્ડ રજૂઆત ન સ્વિકારતા 2 લાભાર્થીએ હાઇકોર્ટમાં અરજી કરતા કોર્ટે ડ્રો અટકાવી દીધો હતો. જેના પગલે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રો થઇ શકતો નથી.

Ahmedabad: ગોતાના 48 મકાનોના 33 કરોડ ઉઘરાવી હાઉસિંગ બોર્ડે વ્યાજ ખાધું, લાભાર્થીને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ, અધિકારીઓ રાહ જોઇને બેસી રહ્યા છે
  • 3 વર્ષ પહેલાં 3300 લાભાર્થીએ 1 લાખ ડિપોઝિટ ભરી હતી, 22 કરોડ બોર્ડ પાસે જમા
  • બોર્ડ 33 કરોડની રકમ પર ત્રણ વર્ષથી વ્યાજ ખાધુ હતું

ગુજરાત હાઉસીંગ બોર્ડે ગોતામાં વસંતનગર ટાઉનશીપની અંદર વિરસાવરકર રાઇટસના 48 મકાનો માટે વર્ષ 2021માં એક લાખ ડિપોઝીટ સાથે અરજી મંગાવી હતી. અંદાજે 3300થી વધુ લાભાર્થીએ અરજી કરી હતી. અરજી બાદ ULCD ના લાભાર્થીઓએ મકાન આપવાની માંગ સાથે બોર્ડમાં રજૂઆત કરી હતી.

જે બોર્ડ દ્વારા માન્ય ન રખાતા ULCDના લાભાર્થીઓ હાઇકોર્ટમાં જતાં ડ્રોની કામગીરી ઘોંચમાં પડી હતી. જે આજદીન સુધી આગળ નહીં વધતાં મકાન માટે અરજી કરનાર લાભાર્થીઓ વગર વ્યાજે ડિપોઝીટની એક લાખની રકમ પરત મેળવી રહ્યા છે. બોર્ડ 33 કરોડની રકમ પર ત્રણ વર્ષથી વ્યાજ ખાધુ હતું. જ્યારે લાભાર્થીને કોઇ લાભ મળ્યો નહીં. હજી પણ બોર્ડમાં રૂપિયા 22 કરોડ જમા છે. બીજી બાજુ ડ્રો કરવાના હતાં ત્યારે જ અર્બન લેન્ડ સીલીંગ (ULCD)ના 21 લાભાર્થીએ હાઇકોર્ટમાં જતાં સમગ્ર મામલો ઘોંચમાં પડી ગયો હતો. સુત્રો કહ્યું કે, ULCDના લાભાર્થીઓએ 1990માં પ્લોટ અને મકાન માટે રૂ 250ની રકમ સરકારમાં ભરી હતી. પરંતુ પ્લોટ કે મકાન ન મળતા લાભાર્થીએ 2017 પહેલા રજૂઆત કરતાં સરકારે ઉકેલ લાવવા બોર્ડને જાણ કરી હતી. પરંતુ પ્લોટ કે 25.00 ચો.મી.નું મકાન ઉપલબ્ધ નહીં હોવાથી બોર્ડ રજૂઆત ન સ્વિકારતા 2 લાભાર્થીએ હાઇકોર્ટમાં અરજી કરતા કોર્ટે ડ્રો અટકાવી દીધો હતો. જેના પગલે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રો થઇ શકતો નથી.