Ahmedabad-Bhavnagar હાઈવે રોડ બનાવવાની કામગીરી શરૂ, દબાણો દૂર કરાયા

અમદાવાદ ભાવનગર હાઈવે રોડને હાલમાં ફોર લેન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે બરવાળા સુધી પહોંચી છે, ત્યારે આ રોડ પહોળો કરવામાં અડચણ રૂપ થઈ રહેલા બરવાળા શહેર ખાતેના નગરપાલિકા હદના દબાણો દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.12થી વધુ દુકાનો મળીને કુલ 5000 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી જેમાં નગરપાલિકા હદમાં હાઈવે રોડ પરના ખમીદાણા ગેટથી સાળંગપુર રોડ ટી જંકશન સુધીના બિન ખેતી વિષયક કોમર્શિયલ યુટિલિટી ધંધાકીય એકમોની દુકાનો જેમાં ટાઉન બીટ પોલીસ ચોકી, ગેરેજ, હોટલ સહિતની 12થી વધુ દુકાનો મળીને કુલ 5000 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે અનેક એકમો તો ગેરકાયદેસર રીતે ભાડે અપાયા હતા તો હાઈવે રોડના કામમાં અડચણ રૂપ થતાં દબાણો હટાવવાથી ફોર લેન રોડની કામગીરી ઝડપથી આગળ વધશે. આ દબાણ હટાવવાની કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બરવાળા પ્રાંત અધિકારી વી.એસ.ચૌધરી, બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પી.એસ.આઈ, પી.જી.વી.સી.એલ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. વીજ વિભાગ દ્વારા તમામ દબાણો વાળી જગ્યાના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા તમામ અધિકારીઓની હાજરીમાં જ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તો મોટાભાગના દબાણોનો સર સામાન દબાણ કરનારા લોકો દ્વારા જાતે જ દૂર કરવામાં આવ્યો હતો. વીજ વિભાગ દ્વારા તમામ દબાણ વાળી જગ્યાઓના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા હતા.

Ahmedabad-Bhavnagar હાઈવે રોડ બનાવવાની કામગીરી શરૂ, દબાણો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ભાવનગર હાઈવે રોડને હાલમાં ફોર લેન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે બરવાળા સુધી પહોંચી છે, ત્યારે આ રોડ પહોળો કરવામાં અડચણ રૂપ થઈ રહેલા બરવાળા શહેર ખાતેના નગરપાલિકા હદના દબાણો દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

12થી વધુ દુકાનો મળીને કુલ 5000 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી

જેમાં નગરપાલિકા હદમાં હાઈવે રોડ પરના ખમીદાણા ગેટથી સાળંગપુર રોડ ટી જંકશન સુધીના બિન ખેતી વિષયક કોમર્શિયલ યુટિલિટી ધંધાકીય એકમોની દુકાનો જેમાં ટાઉન બીટ પોલીસ ચોકી, ગેરેજ, હોટલ સહિતની 12થી વધુ દુકાનો મળીને કુલ 5000 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી

ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે અનેક એકમો તો ગેરકાયદેસર રીતે ભાડે અપાયા હતા તો હાઈવે રોડના કામમાં અડચણ રૂપ થતાં દબાણો હટાવવાથી ફોર લેન રોડની કામગીરી ઝડપથી આગળ વધશે. આ દબાણ હટાવવાની કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બરવાળા પ્રાંત અધિકારી વી.એસ.ચૌધરી, બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પી.એસ.આઈ, પી.જી.વી.સી.એલ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

વીજ વિભાગ દ્વારા તમામ દબાણો વાળી જગ્યાના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા

તમામ અધિકારીઓની હાજરીમાં જ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તો મોટાભાગના દબાણોનો સર સામાન દબાણ કરનારા લોકો દ્વારા જાતે જ દૂર કરવામાં આવ્યો હતો. વીજ વિભાગ દ્વારા તમામ દબાણ વાળી જગ્યાઓના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા હતા.