Ahmedabadમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમાશે, જાહેર થઈ પોલીસની માર્ગદર્શિકા
અમદાવાદ શહેરમાં નવરાત્રિને લઈ પોલીસ કમિશનરે માર્ગદર્શિકા જાહેર કરી છે,જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે,અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી છે,જે પણ પાર્ટી પ્લોટ,સોસાયટી,ફલેટમાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગતું હશે તે આયોજક સામે કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરનામાન ભંગ હેઠળ ગુનો પણ નોંધવામાં આવશે. જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાના CPના આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રિને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં સુરક્ષાની તમામ જવાબદારી તે વ્યક્તિની રહેશે,નોઈસ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી આયોજકની રહેશે તેમજ એન્ટ્રી અને એક્ઝિટના રસ્તા અલગ અલગ હોવા જોઈએ તે તમામ જવાબદારી આયોજકની રહેશે 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તે જવાબદારી આયોજકની તેમજ ફાયર સેફ્ટી આયોજન હેઠળ ઈલેક્ટ્રીક ફીટીંગ કરવું પડશે.પાર્કિંગ, રોડ ઉપર રાહદારીઓને અડચણ ન થાય તે જરૂરી બનશે.જો રસ્તામાં કોઈ પણ અડચણ ઉભી થશે તો ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે તેમજ કાર્યક્રમના સ્થળે સીસીટીવી ફરજિયાત જોઈશે.સીસીટીવી ફરજિયાત જોઈશેવધુમાં પોલીસ કમિશનરનું કહેવું છે કે,આયોજકે ગરબા સ્થળ પર સીસીટીવી લગાવવા ફરજિયાત છે.ટિકિટ અથવા પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનથી મળશે નહીં.ગરબામાં સાઉન્ડ સિસ્ટમનું તમામ વર્ણન અને નોઈસ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી પણ આયોજકોની રહેશે રાતના બાર વાગ્યા પછી માઈક કે લાઉડ સ્પીકર ચાલુ હશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાના આદેશ કરાયો છે.જે પણ વ્યકિત કે આયોજક પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન નહી કરે તેની સામે ફરિયાદ નામજોગ કરવામાં આવશે.બહેનો અને દીકરીઓ ખાસ રાખે ધ્યાન નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં,કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં.અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી. વાહન ના મળે તો પોલીસને કરો જાણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી જરૂરી છે.ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો, અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી નહી સાથે સાથે ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહી અને તમારી એકલતાનો કોઈ લાભ ઉઠાવે નહી.રાત્રીના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો. મહિલા પોલીસકર્મીઓ પાર્ટી પ્લોટમાં સાદા ડ્રેસમાં બજાવશે ફરજ નવરાત્રીમાં અમદાવાદ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે.આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂી માગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં નવરાત્રિને લઈ પોલીસ કમિશનરે માર્ગદર્શિકા જાહેર કરી છે,જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે,અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી છે,જે પણ પાર્ટી પ્લોટ,સોસાયટી,ફલેટમાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગતું હશે તે આયોજક સામે કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરનામાન ભંગ હેઠળ ગુનો પણ નોંધવામાં આવશે.
જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાના CPના આદેશ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રિને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં સુરક્ષાની તમામ જવાબદારી તે વ્યક્તિની રહેશે,નોઈસ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી આયોજકની રહેશે તેમજ એન્ટ્રી અને એક્ઝિટના રસ્તા અલગ અલગ હોવા જોઈએ તે તમામ જવાબદારી આયોજકની રહેશે 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તે જવાબદારી આયોજકની તેમજ ફાયર સેફ્ટી આયોજન હેઠળ ઈલેક્ટ્રીક ફીટીંગ કરવું પડશે.પાર્કિંગ, રોડ ઉપર રાહદારીઓને અડચણ ન થાય તે જરૂરી બનશે.જો રસ્તામાં કોઈ પણ અડચણ ઉભી થશે તો ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે તેમજ કાર્યક્રમના સ્થળે સીસીટીવી ફરજિયાત જોઈશે.
સીસીટીવી ફરજિયાત જોઈશે
વધુમાં પોલીસ કમિશનરનું કહેવું છે કે,આયોજકે ગરબા સ્થળ પર સીસીટીવી લગાવવા ફરજિયાત છે.ટિકિટ અથવા પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનથી મળશે નહીં.ગરબામાં સાઉન્ડ સિસ્ટમનું તમામ વર્ણન અને નોઈસ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી પણ આયોજકોની રહેશે રાતના બાર વાગ્યા પછી માઈક કે લાઉડ સ્પીકર ચાલુ હશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાના આદેશ કરાયો છે.જે પણ વ્યકિત કે આયોજક પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન નહી કરે તેની સામે ફરિયાદ નામજોગ કરવામાં આવશે.
બહેનો અને દીકરીઓ ખાસ રાખે ધ્યાન
નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં,કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં.અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.
વાહન ના મળે તો પોલીસને કરો જાણ
સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી જરૂરી છે.ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો, અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી નહી સાથે સાથે ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહી અને તમારી એકલતાનો કોઈ લાભ ઉઠાવે નહી.રાત્રીના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.
મહિલા પોલીસકર્મીઓ પાર્ટી પ્લોટમાં સાદા ડ્રેસમાં બજાવશે ફરજ
નવરાત્રીમાં અમદાવાદ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે.આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂી માગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે.