Ahmedabadના મંડલીના ગરબામાં થયુ ફાયરિંગ, ખેલૈયાઓમાં મચી દોડધામ
અમદાવાદમાં મંડલી ગરબામાં ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી હતી.ઓગણજ કાતે મંડલી ગરબામાં ચાલુ ગરબાએ ફાયરિંગ થવાની ઘટના બની હતી,સવારે 2 જૂથો વચ્ચે માથાકૂટ બાદ ફાયરિંગ થયુ હતુ.આખી રાત મંડલીના ગરબા ચાલુ રહે છે.આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.મોડી રાતે બબાલ થઈ અને પરોઢીયાના સમયે ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે. મંડલીના ગરબામાં મચી દોડધામ અમદાવાદના ઓગણજમાં આવેલ મંડલીના ગરબા પ્રખ્યાત ગરબા છે અને આ ગરબા રાત્રે 12 વાગે શરૂ થાય છે અને વહેલી સવારે પૂર્ણ થાય છે ત્યારે ગરબામાં બે ગ્રુપો વચ્ચે માથાકૂટ થઈ હશે અને ત્યારબાદ ફાયરિંગની ઘટના બની છે.આખી રાત મંડલીના ગરબામાં ખેલૈયાઓ ઢોલના તાલે રમતા હોય છે અને અચાનક ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.કોણે ફાયરિંગ કર્યુ તેને લઈ હજી કોઈ વાત સામે આવી નથી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,વહેલી સવારે 6 વાગે આ બબાલ થઈ હતી,સૂત્રોની વાત માનીએતો તેમનું કહેવું છે કે હવામાં ફાયરિંગ થયુ હતુ.ખેલૈયાઓના જૂથ વચ્ચે બબાલ બાદ ફાયરિંગ થયું હતુ.તાત્કાલિક ધોરણે ગરબામાં હાજર બાઉન્સરો દોડી આવ્યા હતા. ફાયરિંગ કરનાર શખસ એવા જૂથમાં રહેલા લોકોને હાજર સુરક્ષાકર્મીઓ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યાં હતા. હજુ પોલીસ બનાવ સ્થળની હદ નક્કી કરવામાં વ્યસ્ત મહત્વની વાતતો એ છે કે પોલીસ હજી હદ નક્કી કરવામાં ફાંફા મારી રહી છે.બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ હદની બાબતને લઈ વિચારણામાં છે ત્યારે કોઈ મોટી ઘટના બનશે તો પોલીસ શું હદને લઈ વિવાદ કરશે ? આટલી મોટી ઘટનામાં પણ હદને લઈ બબાલ હોય તો તે શરમજનક વાત ગણી શકાય.આ બાબતે હજી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મંડલી ગરબામાં ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી હતી.ઓગણજ કાતે મંડલી ગરબામાં ચાલુ ગરબાએ ફાયરિંગ થવાની ઘટના બની હતી,સવારે 2 જૂથો વચ્ચે માથાકૂટ બાદ ફાયરિંગ થયુ હતુ.આખી રાત મંડલીના ગરબા ચાલુ રહે છે.આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.મોડી રાતે બબાલ થઈ અને પરોઢીયાના સમયે ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે.
મંડલીના ગરબામાં મચી દોડધામ
અમદાવાદના ઓગણજમાં આવેલ મંડલીના ગરબા પ્રખ્યાત ગરબા છે અને આ ગરબા રાત્રે 12 વાગે શરૂ થાય છે અને વહેલી સવારે પૂર્ણ થાય છે ત્યારે ગરબામાં બે ગ્રુપો વચ્ચે માથાકૂટ થઈ હશે અને ત્યારબાદ ફાયરિંગની ઘટના બની છે.આખી રાત મંડલીના ગરબામાં ખેલૈયાઓ ઢોલના તાલે રમતા હોય છે અને અચાનક ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.કોણે ફાયરિંગ કર્યુ તેને લઈ હજી કોઈ વાત સામે આવી નથી.
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,વહેલી સવારે 6 વાગે આ બબાલ થઈ હતી,સૂત્રોની વાત માનીએતો તેમનું કહેવું છે કે હવામાં ફાયરિંગ થયુ હતુ.ખેલૈયાઓના જૂથ વચ્ચે બબાલ બાદ ફાયરિંગ થયું હતુ.તાત્કાલિક ધોરણે ગરબામાં હાજર બાઉન્સરો દોડી આવ્યા હતા. ફાયરિંગ કરનાર શખસ એવા જૂથમાં રહેલા લોકોને હાજર સુરક્ષાકર્મીઓ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યાં હતા.
હજુ પોલીસ બનાવ સ્થળની હદ નક્કી કરવામાં વ્યસ્ત
મહત્વની વાતતો એ છે કે પોલીસ હજી હદ નક્કી કરવામાં ફાંફા મારી રહી છે.બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ હદની બાબતને લઈ વિચારણામાં છે ત્યારે કોઈ મોટી ઘટના બનશે તો પોલીસ શું હદને લઈ વિવાદ કરશે ? આટલી મોટી ઘટનામાં પણ હદને લઈ બબાલ હોય તો તે શરમજનક વાત ગણી શકાય.આ બાબતે હજી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.