સુરતમાં મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા સગીરે આપઘાત કર્યો

13 વર્ષીય સગીરે ખાડી કિનારે કર્યો આપઘાત ઝાડ સાથે ફાસો ખાઈ સગીરે જીવન ટૂંકાવ્યું મૃતક તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો  સુરતમાં વ્યસને સગીરનો ભોગ લીધો છે. જેમાં મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા આપઘાત કર્યો છે. તેમાં 13 વર્ષીય સગીરે ખાડી કિનારે આપઘાત કર્યો છે. જેમાં ઝાડ સાથે ફાસો ખાઈ સગીરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો. જેમાં હવે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોટા ભાઈએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલા કિશોરે આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં મોટા ભાઈએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. ઈચ્છાપોર ગામના હળપતિ વાસમાં પરિવાર રહે છે. સતીષ અને દીવ માતા પિતા વગર રહેતા હતા. જેમાં સતિષ તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો. તથા સતીષને બીડી પીવાની આદત પડી ગઈ હતી. ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.સી.ગોહિલે જણાવ્યું હતું કે, સગીર રાત સુધી ઘરે આવ્યો નહોતો જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી. સવારે ઘર નજીક ખાડી કિનારે તેણે ઝાડ સાથે દોરી બાંધીને ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પરિવારની પૂછપરછ પણ કરવામાં આવી છે પરિવાર એ જણાવ્યું હતું કે તેના મોટાભાઈએ નાની ઉંમરમાં વ્યસન ન કરવાનું કીધું હતું. બીડી પીવા બાબતે મોટાભાઈએ તેને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સામાં આવી તેને આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું. જો કે હજુ પણ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સુરતમાં મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા સગીરે આપઘાત કર્યો
  • 13 વર્ષીય સગીરે ખાડી કિનારે કર્યો આપઘાત
  • ઝાડ સાથે ફાસો ખાઈ સગીરે જીવન ટૂંકાવ્યું
  • મૃતક તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો

 સુરતમાં વ્યસને સગીરનો ભોગ લીધો છે. જેમાં મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા આપઘાત કર્યો છે. તેમાં 13 વર્ષીય સગીરે ખાડી કિનારે આપઘાત કર્યો છે. જેમાં ઝાડ સાથે ફાસો ખાઈ સગીરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો. જેમાં હવે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોટા ભાઈએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો

માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલા કિશોરે આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં મોટા ભાઈએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. ઈચ્છાપોર ગામના હળપતિ વાસમાં પરિવાર રહે છે. સતીષ અને દીવ માતા પિતા વગર રહેતા હતા. જેમાં સતિષ તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડયો હતો. તથા સતીષને બીડી પીવાની આદત પડી ગઈ હતી. ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે

આ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.સી.ગોહિલે જણાવ્યું હતું કે, સગીર રાત સુધી ઘરે આવ્યો નહોતો જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી. સવારે ઘર નજીક ખાડી કિનારે તેણે ઝાડ સાથે દોરી બાંધીને ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પરિવારની પૂછપરછ પણ કરવામાં આવી છે પરિવાર એ જણાવ્યું હતું કે તેના મોટાભાઈએ નાની ઉંમરમાં વ્યસન ન કરવાનું કીધું હતું. બીડી પીવા બાબતે મોટાભાઈએ તેને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સામાં આવી તેને આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું. જો કે હજુ પણ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.