સુરતમાં કોમ્પ્રેશર મશીન નીચે પટકાતા એક યુવકનું મોત

કારખાના ઉપરથી કોમ્પ્રેશર મશીન નીચે પટકાયું સામાન ટેમ્પોમાં ચડાવી રહ્યો તે સમયે મશીન પડ્યું પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતમાં ફરી એકવાર ઇન્ડસ્ટ્રીલ એસ્ટેટમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઈડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી.ત્યારે નીચે હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એબ્રોડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતરવામાં આવતું હતું.ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ હતી.જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.લિફ્ટ તૂટી જવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલીને ગંભીર ઈજાઓ થઇ હતી. આ વચ્ચે તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.મૃતકના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. જયારે પારસ માલીને ઈજાગ્રસ્ત હાલત 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણજનાર લલન મિશ્રા એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર 311 માં જ રહેતો હતો.બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં કોમ્પ્રેશર મશીન નીચે પટકાતા એક યુવકનું મોત
  • કારખાના ઉપરથી કોમ્પ્રેશર મશીન નીચે પટકાયું
  • સામાન ટેમ્પોમાં ચડાવી રહ્યો તે સમયે મશીન પડ્યું
  • પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં ફરી એકવાર ઇન્ડસ્ટ્રીલ એસ્ટેટમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઈડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી.ત્યારે નીચે હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એબ્રોડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતરવામાં આવતું હતું.ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ હતી.જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.લિફ્ટ તૂટી જવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલીને ગંભીર ઈજાઓ થઇ હતી.


આ વચ્ચે તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.મૃતકના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. જયારે પારસ માલીને ઈજાગ્રસ્ત હાલત 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે જાણ થતા જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણજનાર લલન મિશ્રા એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર 311 માં જ રહેતો હતો.બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.