વેન જોનસન ચાલુ મેચ દરમિયાન કેવી રીતે પહોંચ્યો પિચ સુધી ?

'વેન જોન્સન ફેમસ થવા માટે આવા કામ કરે છે'ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન બુક કરાવી હતીસ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથીરવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો. જેના અંગે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્સફરન્સ યોજી આરોપી અંગે તમામ માહિતી આપી હતી. જેમાં વેન જોનસને ટી-શર્ટ પર સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી તેમ સામે આવ્યું છે. નીરજ કુમાર બડગુજર જેસીપી ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, વેન જોનસને મેચ દરમ્યાન સિક્યોરિટી તોડી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન આરોપી છે. વેનના પિતા ચાઇનીઝ અને માતા ફિલીપીન્સના છે. વેન જોન્સન ફેમસ થવા માટે આવા કામ કરે છે. તેમજ તેને મેચ માટેની ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન બુક કરાવી હતી. આ દરમિયાન પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેનની ટી-શર્ટ પર જે સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. જેથી તે ફેમસ થવા માટે કરે છે. એટલું જ નહીં અગાઉ ઓગસ્ટમાં ફીફા વર્લ્ડ કપ મેચમાં ફ્રી યુક્રેનના ટીશર્ટ સાથે ઘૂસ્યો હતો. ત્યારે તેને દંડ થયો હતો જે ભરી ને છૂટી ગયો હતો. તેમજ પોલીસે જણાવ્યું કે, વધારે લાઈક માટે અને ફેમસ થવા માટે તે આ કરે છે. આ ઉપરાંત આ પીચ પર જાવ માટે ખાસ બુટ પણ લીધા જેથી ફાસ્ટ રનિંગ કરી શકે આ પ્લાન ત્યાં થી કરી ને આવ્યો હતો. સ્ટેડિયમમાં પ્રવેશ સમયે ઈન્ડિયાની ટીશર્ટ પહેર્યું હતું. પોલીસની ત્યાં હાજરી હતી ઝીગ ઝેગ દોડી ને તે ત્યાં ગયો હતો. માત્ર પાંચ-છ સેકેન્ડમાં કુદૂને અંદર પહોંચી ગયો હતો. પોલીસે તપાસ દરમિાયન એ પણ જણાવ્યું કે, આ વ્યક્તિ કોઈ ગ્રુપ કે સંગઠન સાથે જોડાયેલો નથી. પોલીસે રોકવાની કોશિશ કરી હતી. જ્યારે બીજી તરફ સીપી એ હાજર પોલીસ કર્મચારીઓની બેદરકારી હતી કે કેમ તેને લઈને તપાસ સોંપવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં પણ વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ છે.

વેન જોનસન ચાલુ મેચ દરમિયાન કેવી રીતે પહોંચ્યો પિચ સુધી ?
  • 'વેન જોન્સન ફેમસ થવા માટે આવા કામ કરે છે'
  • ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન બુક કરાવી હતી
  • સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો. જેના અંગે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્સફરન્સ યોજી આરોપી અંગે તમામ માહિતી આપી હતી. જેમાં વેન જોનસને ટી-શર્ટ પર સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી તેમ સામે આવ્યું છે.

નીરજ કુમાર બડગુજર જેસીપી ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, વેન જોનસને મેચ દરમ્યાન સિક્યોરિટી તોડી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન આરોપી છે. વેનના પિતા ચાઇનીઝ અને માતા ફિલીપીન્સના છે. વેન જોન્સન ફેમસ થવા માટે આવા કામ કરે છે. તેમજ તેને મેચ માટેની ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન બુક કરાવી હતી.

આ દરમિયાન પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેનની ટી-શર્ટ પર જે સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. જેથી તે ફેમસ થવા માટે કરે છે. એટલું જ નહીં અગાઉ ઓગસ્ટમાં ફીફા વર્લ્ડ કપ મેચમાં ફ્રી યુક્રેનના ટીશર્ટ સાથે ઘૂસ્યો હતો. ત્યારે તેને દંડ થયો હતો જે ભરી ને છૂટી ગયો હતો.

તેમજ પોલીસે જણાવ્યું કે, વધારે લાઈક માટે અને ફેમસ થવા માટે તે આ કરે છે. આ ઉપરાંત આ પીચ પર જાવ માટે ખાસ બુટ પણ લીધા જેથી ફાસ્ટ રનિંગ કરી શકે આ પ્લાન ત્યાં થી કરી ને આવ્યો હતો. સ્ટેડિયમમાં પ્રવેશ સમયે ઈન્ડિયાની ટીશર્ટ પહેર્યું હતું. પોલીસની ત્યાં હાજરી હતી ઝીગ ઝેગ દોડી ને તે ત્યાં ગયો હતો. માત્ર પાંચ-છ સેકેન્ડમાં કુદૂને અંદર પહોંચી ગયો હતો.

પોલીસે તપાસ દરમિાયન એ પણ જણાવ્યું કે, આ વ્યક્તિ કોઈ ગ્રુપ કે સંગઠન સાથે જોડાયેલો નથી. પોલીસે રોકવાની કોશિશ કરી હતી. જ્યારે બીજી તરફ સીપી એ હાજર પોલીસ કર્મચારીઓની બેદરકારી હતી કે કેમ તેને લઈને તપાસ સોંપવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં પણ વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ છે.