વડોદરામાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાને બદલે કરોડોની LED સ્ક્રીન લાગશે

સ્વર્ણિમની ગ્રાન્ટ માંથી 10 કરોડના ખર્ચે લાગશે LED સ્ક્રીન 40 સ્થળોએ 3 D અને 2 D સ્ક્રીન લાગશે સ્ક્રીનમાં કોઈ પણ જાહેરાત વાસ્તવિક લાગશે રોડ રસ્તા અને ગટરો ની સુવિધાઓ વધારવા બોન્ડ બહાર પાડતી પાલિકાએ સ્વર્ણિમ ની ગ્રાન્ટ માંથી 10 કરોડના ખર્ચે પી.4 આઉટડોર એલ.ઇ.ડી લગાવશે જેનું આજે ખાતમુહૂર્ત થયું હતું.પરંતુ આનાથી સુંદરતા સિવાય ના ફાયદાઓ શુ?તેનાથી મેયર જ અજાણ હતા હાલમાં સ્માર્ટ સીટી અને સ્વચ્છ સીટી માટે તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં રોડ રસ્તા અને ગટરોની સુવિધાઓ સુધારો વધારો કરવા માટે બોન્ડ બહાર પાડતી પાલિકાએ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 10 કરોડના ખર્ચે પી.4 આઉટડોર LED સ્ક્રીન લગાવશે. આ માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં અન્ય શહેરોની જેમ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે વડોદરા માં પણ પી.4 ઓઉટડોર એલ.ઇ.ડી સ્ક્રીન લાગશે. પરંતુ વાસ્તવિકતા એ છેકે વડોદરા શહેરમાં રોડ રસ્તા અને ગટરના કામો સહિત વિકાસના કામો માટે પાલિકાની તિજોરી ખાલી હોવાના નામે પાલિકા 300 કરોડના બોન્ડ બહાર પાડવા જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારની સ્વર્ણિમની ખાસ ગ્રાન્ટ માંથી 10 કરોડ ના ખર્ચો અને કુલ 42 કરોડના ખર્ચે 3 ડી અને 2 ડી LED સ્ક્રીન લાગશે. એટલું જ નહીં, આ LED સ્ક્રીન પર વિવિધ મહાકાય જાનવરો,પશુ,પક્ષીઓ અને જાહેરાતો પ્રદર્શિત થશે અને સુંદરતા વધશે તેવું મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું. પરંતુ શહેરના પ્રથમ નાગરિક ની જવાબદારી નિભાવનાર મેયર પિન્કીબેનને આ પ્રોજેકટ થકી શહેર ને શું લાભ? કેટલી આવક થશે? આનું મેન્ટેનસ કોણ કરશે ? તેની અજ્ઞાનતા બહાર આવી હતી. આ તરફ શહેરના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ સ્ક્રીન પર જાહેરાત માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. તેમજ વધુ ભાવ ભરનારને કોન્ટ્રાકટ અપાશે અને મેન્ટેનન્સ માટે અલગ કોન્ટ્રકટ થશે. જેની સાથે જ આ સ્ક્રીનથી જે આવક થશે તેનાથી 4 વર્ષમાં ખર્ચ વસુલાઈ જશે તેમ જણાવ્યું છે.

વડોદરામાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાને બદલે કરોડોની LED સ્ક્રીન લાગશે
  • સ્વર્ણિમની ગ્રાન્ટ માંથી 10 કરોડના ખર્ચે લાગશે LED સ્ક્રીન
  • 40 સ્થળોએ 3 D અને 2 D સ્ક્રીન લાગશે
  • સ્ક્રીનમાં કોઈ પણ જાહેરાત વાસ્તવિક લાગશે

રોડ રસ્તા અને ગટરો ની સુવિધાઓ વધારવા બોન્ડ બહાર પાડતી પાલિકાએ સ્વર્ણિમ ની ગ્રાન્ટ માંથી 10 કરોડના ખર્ચે પી.4 આઉટડોર એલ.ઇ.ડી લગાવશે જેનું આજે ખાતમુહૂર્ત થયું હતું.પરંતુ આનાથી સુંદરતા સિવાય ના ફાયદાઓ શુ?તેનાથી મેયર જ અજાણ હતા

હાલમાં સ્માર્ટ સીટી અને સ્વચ્છ સીટી માટે તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં રોડ રસ્તા અને ગટરોની સુવિધાઓ સુધારો વધારો કરવા માટે બોન્ડ બહાર પાડતી પાલિકાએ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 10 કરોડના ખર્ચે પી.4 આઉટડોર LED સ્ક્રીન લગાવશે. આ માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં અન્ય શહેરોની જેમ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે વડોદરા માં પણ પી.4 ઓઉટડોર એલ.ઇ.ડી સ્ક્રીન લાગશે. પરંતુ વાસ્તવિકતા એ છેકે વડોદરા શહેરમાં રોડ રસ્તા અને ગટરના કામો સહિત વિકાસના કામો માટે પાલિકાની તિજોરી ખાલી હોવાના નામે પાલિકા 300 કરોડના બોન્ડ બહાર પાડવા જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારની સ્વર્ણિમની ખાસ ગ્રાન્ટ માંથી 10 કરોડ ના ખર્ચો અને કુલ 42 કરોડના ખર્ચે 3 ડી અને 2 ડી LED સ્ક્રીન લાગશે.

એટલું જ નહીં, આ LED સ્ક્રીન પર વિવિધ મહાકાય જાનવરો,પશુ,પક્ષીઓ અને જાહેરાતો પ્રદર્શિત થશે અને સુંદરતા વધશે તેવું મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું. પરંતુ શહેરના પ્રથમ નાગરિક ની જવાબદારી નિભાવનાર મેયર પિન્કીબેનને આ પ્રોજેકટ થકી શહેર ને શું લાભ? કેટલી આવક થશે? આનું મેન્ટેનસ કોણ કરશે ? તેની અજ્ઞાનતા બહાર આવી હતી.

આ તરફ શહેરના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ સ્ક્રીન પર જાહેરાત માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. તેમજ વધુ ભાવ ભરનારને કોન્ટ્રાકટ અપાશે અને મેન્ટેનન્સ માટે અલગ કોન્ટ્રકટ થશે. જેની સાથે જ આ સ્ક્રીનથી જે આવક થશે તેનાથી 4 વર્ષમાં ખર્ચ વસુલાઈ જશે તેમ જણાવ્યું છે.