રાપરના સ્વામીએ સભા ગજવી અને બોલ્યા, પાકિસ્તાનની...

રાપરના કે.પી. સ્વામીએ પાકિસ્તાની જય બોલાવી સભામાં ઉપસ્થિત લોકોએ જય બોલાવી સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ કચ્છના રાપરમાં સ્વામિનારાયણના સ્વામીનો પાકિસ્તાનની જય બોલાવનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતા કી જય સાથે વિવિધ ભગવાનોની જય બોલાવી પરંતુ આ વચ્ચે સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી. જેના કારણે સભા મંડપમાં સૌ કોઈ શાંત થઈ ગયા હતા. આ પછી સ્વામિમનારાયણના સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? જોકે સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શું બની હતી ઘટના રવિવારે કચ્છના રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ પાસેના મેદાનમાં પીએમ મોદી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાપર ગુરુકુળના કેપી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી પછી પાકિસ્તાન કી.. અને ક્રમસર જય બોલતાં લોકો પાકિસ્તાન સાંભળ્યા બાદ તેની પણ હોંશમાં ને હોંશમાં જય બોલી ગયા હતા. સ્વામી દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા આ વચ્ચે તરત સ્વામીએ ભક્તોને ટોક્યા હતા કે હિન્દુસ્તાનનું ખાઈને પાકિસ્તાનની જય કેવી રીતે બોલો છો? જોકે આ મામલે સ્વામીએ સંપૂર્ણ ઘટના પર જણાવ્યું કે, રાષ્ટ્રભવના લોકો કેટલા સચેત છે, તેવા ભાવ સાથે મેં જય બોલાવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે અધૂરો છે, સંપૂર્ણ વીડિયોમાં મારા દ્વારા માત્ર દેશભક્તિની જ વાત કરવામાં આવી રહી છે.

રાપરના સ્વામીએ સભા ગજવી અને બોલ્યા, પાકિસ્તાનની...
  • રાપરના કે.પી. સ્વામીએ પાકિસ્તાની જય બોલાવી
  • સભામાં ઉપસ્થિત લોકોએ જય બોલાવી
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

કચ્છના રાપરમાં સ્વામિનારાયણના સ્વામીનો પાકિસ્તાનની જય બોલાવનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતા કી જય સાથે વિવિધ ભગવાનોની જય બોલાવી પરંતુ આ વચ્ચે સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી. જેના કારણે સભા મંડપમાં સૌ કોઈ શાંત થઈ ગયા હતા.

આ પછી સ્વામિમનારાયણના સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? જોકે સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


શું બની હતી ઘટના

રવિવારે કચ્છના રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ પાસેના મેદાનમાં પીએમ મોદી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાપર ગુરુકુળના કેપી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી પછી પાકિસ્તાન કી.. અને ક્રમસર જય બોલતાં લોકો પાકિસ્તાન સાંભળ્યા બાદ તેની પણ હોંશમાં ને હોંશમાં જય બોલી ગયા હતા.

સ્વામી દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

આ વચ્ચે તરત સ્વામીએ ભક્તોને ટોક્યા હતા કે હિન્દુસ્તાનનું ખાઈને પાકિસ્તાનની જય કેવી રીતે બોલો છો? જોકે આ મામલે સ્વામીએ સંપૂર્ણ ઘટના પર જણાવ્યું કે, રાષ્ટ્રભવના લોકો કેટલા સચેત છે, તેવા ભાવ સાથે મેં જય બોલાવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે અધૂરો છે, સંપૂર્ણ વીડિયોમાં મારા દ્વારા માત્ર દેશભક્તિની જ વાત કરવામાં આવી રહી છે.