રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓ માત્ર 1-1 શિક્ષકથી ચાલે છે!

ગુજરાતમાં શિક્ષણના ચોંકાવનારા આંકડા ગત વિધાનસભામાં 754 સ્કૂલો 1 શિક્ષકથી ચાલતી રાજ્ય સરકાર ઝડપથી ભરતી કરશે તેવું આશ્વાસન આપ્યુંરાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે આખરે શિક્ષણ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં શિક્ષણ વચ્ચે ચોંકાવનારા આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 1606 શાળા માત્ર 1 જ શિક્ષકથી ચાલે છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. જોકે રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે લાંબા સમયથી ફરિયાદ ઊઠી રહી છે. આ વચ્ચે આજે શિક્ષણ મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, 33510 કુલ શાળાઓ છે જેમાં 1606 શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલી રહી છે. જોકે ગંભીર બાબત એ છેકે, અગાઉ વિધાનસભા સત્રમાં સરકારે જણાવ્યું હતું કે, 754 શાળાઓ એક શિક્ષક થી ચાલતી હતી જેમાં વધારો થઈ 1606 શાળાઓ વગર શિક્ષકની થઈ છે. આ અંગે સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 283 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. તેમજ અમદાવાદમાં 17, અમરેલીની 41માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક છે. જ્યારે આણંદમાં 16, અરવલ્લીની 19માં સ્કૂલમાં અને દાહોદની 20માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાની વ્યવસ્થા છે. RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યાજ્યારે બનાસકાંઠામાં 87, ભરૂચની 102માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક તો છોટા ઉદેપુરમાં 283 સ્કુલોમાં અને દ્વારકામાં 104માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાની વિગત છે. જ્યારે ભાવનગરમાં 29, બોટાદની 29માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષકથી ચાલે છે. આ વચ્ચે ગાંધીનગરની 8માં સ્કૂલો માત્ર 1 શિક્ષકની ચાલે છે. સરકારે સાથે જ જણાવ્યું કે, RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા ફાળવાય છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 01 શિક્ષક અપાય છે. જ્ઞાન સહાયકની ભરતી અને બદલી કેમ્પ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.કોંગ્રેસે વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરીઆ તરફ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના આક્ષેપ છેકે, ગત વિધાનસભામાં 754 સ્કૂલો એક શિક્ષકની ચાલતી હતી. જેમાં વધારો થઈને 1606 સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે. પ્રાથમિક શાળામાં કોઈ આચાર્ય બનવા તૈયાર નથી. પ્રાથમિક શાળામાં CRC અને BRC કોન્ટ્રેક્ટર બની ગયા છે. તેમજ રાજ્યમાં 19650 શિક્ષકની જગ્યા ખાલી છે, જે ચિંતાનો વિષય છે.

રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓ માત્ર 1-1 શિક્ષકથી ચાલે છે!

  • ગુજરાતમાં શિક્ષણના ચોંકાવનારા આંકડા
  • ગત વિધાનસભામાં 754 સ્કૂલો 1 શિક્ષકથી ચાલતી
  • રાજ્ય સરકાર ઝડપથી ભરતી કરશે તેવું આશ્વાસન આપ્યું
રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે આખરે શિક્ષણ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં શિક્ષણ વચ્ચે ચોંકાવનારા આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 1606 શાળા માત્ર 1 જ શિક્ષકથી ચાલે છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. જોકે રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટનો પ્રશ્ન સામે આવી રહ્યો છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે લાંબા સમયથી ફરિયાદ ઊઠી રહી છે. આ વચ્ચે આજે શિક્ષણ મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, 33510 કુલ શાળાઓ છે જેમાં 1606 શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલી રહી છે. જોકે ગંભીર બાબત એ છેકે, અગાઉ વિધાનસભા સત્રમાં સરકારે જણાવ્યું હતું કે, 754 શાળાઓ એક શિક્ષક થી ચાલતી હતી જેમાં વધારો થઈ 1606 શાળાઓ વગર શિક્ષકની થઈ છે.

આ અંગે સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 283 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. તેમજ અમદાવાદમાં 17, અમરેલીની 41માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક છે. જ્યારે આણંદમાં 16, અરવલ્લીની 19માં સ્કૂલમાં અને દાહોદની 20માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાની વ્યવસ્થા છે.

RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા

જ્યારે બનાસકાંઠામાં 87, ભરૂચની 102માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક તો છોટા ઉદેપુરમાં 283 સ્કુલોમાં અને દ્વારકામાં 104માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાની વિગત છે. જ્યારે ભાવનગરમાં 29, બોટાદની 29માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષકથી ચાલે છે. આ વચ્ચે ગાંધીનગરની 8માં સ્કૂલો માત્ર 1 શિક્ષકની ચાલે છે. સરકારે સાથે જ જણાવ્યું કે, RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા ફાળવાય છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 01 શિક્ષક અપાય છે. જ્ઞાન સહાયકની ભરતી અને બદલી કેમ્પ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરી

આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના આક્ષેપ છેકે, ગત વિધાનસભામાં 754 સ્કૂલો એક શિક્ષકની ચાલતી હતી. જેમાં વધારો થઈને 1606 સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે. પ્રાથમિક શાળામાં કોઈ આચાર્ય બનવા તૈયાર નથી. પ્રાથમિક શાળામાં CRC અને BRC કોન્ટ્રેક્ટર બની ગયા છે. તેમજ રાજ્યમાં 19650 શિક્ષકની જગ્યા ખાલી છે, જે ચિંતાનો વિષય છે.