ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનના 5 દિવસના રિમાન્ડ મંજૂર

મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું મોડાસા પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાશે ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને મોડાસા લવાયો છે. જેમાં મૌલાના મુફ્તીની મુશ્કેલીઓ વધી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. મોડાસા પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ગુન્હા મામલે પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી માંગ હતી. તથા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ છે. બેંકમાં ફન્ડિંગ માહિતી તેમજ1 0 મુદ્દાના આધારે રિમાન્ડ માગ્યા હતા. મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું હતુ. તેથી અરવલ્લીના મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણ મામલે કેસ ચાલી રહ્યો છે. તેથી કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. અગાઉ જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ હતી. 

ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનના 5 દિવસના રિમાન્ડ મંજૂર
  • મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું
  • મોડાસા પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાશે
  • ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો

ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને મોડાસા લવાયો છે. જેમાં મૌલાના મુફ્તીની મુશ્કેલીઓ વધી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. મોડાસા પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ગુન્હા મામલે પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી માંગ હતી. તથા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ છે. બેંકમાં ફન્ડિંગ માહિતી તેમજ1 0 મુદ્દાના આધારે રિમાન્ડ માગ્યા હતા. 

મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું

મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું હતુ. તેથી અરવલ્લીના મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણ મામલે કેસ ચાલી રહ્યો છે. તેથી કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. અગાઉ જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો.

આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ

અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ હતી.