પંચમહાલ: બુલડોઝર પર વરઘોડો નીકળ્યો, જોખમી સ્ટંટ સાથે ડાન્સ કર્યો

કાલોલના ચલાલીમાં નીકળ્યો અનોખો વરઘોડો બે બુલડોઝર પર વરઘોડો નીકળ્યો વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયા પંચમહાલના કાલોલમાં ચલાલીમાં અનોખો વરઘોડો નીકળ્યો છે. જેમાં વરઘોડો બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર કાઢ્યો હતો. વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા હતા.બુલડોઝર વરઘોડાની ચારેકોર ચર્ચા થઈ રહી છે બુલડોઝર વરઘોડાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ગત રાત્રીના ચલાલી ગામમાં નીકળેલા વરઘોડાએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં બે જેસીબી મશીન સામ સામે ભેગા કરીને લોકો ઝુમ્યા હતા. તેમજ જેસીબી જોખમી રીતે એટલી હાઈટ પર ઊંચા કરવા આવ્યા હતા કે અકસ્માત થઈ શકતો હતો. તથા બુલડોઝર વરઘોડાને જોવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

પંચમહાલ: બુલડોઝર પર વરઘોડો નીકળ્યો, જોખમી સ્ટંટ સાથે ડાન્સ કર્યો
  • કાલોલના ચલાલીમાં નીકળ્યો અનોખો વરઘોડો
  • બે બુલડોઝર પર વરઘોડો નીકળ્યો
  • વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયા

પંચમહાલના કાલોલમાં ચલાલીમાં અનોખો વરઘોડો નીકળ્યો છે. જેમાં વરઘોડો બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર કાઢ્યો હતો. વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા હતા.


બુલડોઝર વરઘોડાની ચારેકોર ચર્ચા થઈ રહી છે

બુલડોઝર વરઘોડાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ગત રાત્રીના ચલાલી ગામમાં નીકળેલા વરઘોડાએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં બે જેસીબી મશીન સામ સામે ભેગા કરીને લોકો ઝુમ્યા હતા. તેમજ જેસીબી જોખમી રીતે એટલી હાઈટ પર ઊંચા કરવા આવ્યા હતા કે અકસ્માત થઈ શકતો હતો. તથા બુલડોઝર વરઘોડાને જોવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.