નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે આંકલાવના બામણગામમાં અનેક લોકોનું રેસ્ક્યૂ
બામણગામમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો ફસાયાઆણંદ ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું મહિલાઓ,બાળકો સહિત 9 લોકોને બચાવામાં આવ્યાહવામાન વિભાગની આગાહીને પગલે આણંદ જિલ્લા સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને નદી-નાળા ઓવરફ્લો થયા છે. જેના કારણે અનેક ગામોમાં પૂર આવ્યા છે. અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. જો આણંદમાં આવેલા આંકલાવના બામણગામમાં રાત્રીના સુમારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે મહિલાઓ,બાળકો સહિત 9 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.મહિલાઓ,બાળકો સહિત 9 લોકોને બચાવાયા હાલમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધોધમાર સવારી ચાલી રહી છે. આ વચ્ચે નર્મદાથી લઈ ભરૂચ, વડોદરા, ખેડા અને આણંદ જિલ્લા નદી-નાળા છલકાઈ ગયા છે. તેવામાં આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર વરસાદની બેટિંગ કરી છે. આણાંદ જિલ્લાના આંકલાવમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. જેમાં આંકલાવના બામણગામમાં રાત્રીના સુમારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આણંદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મહિલાઓ,બાળકો સહિત 9ને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આંકલાવમાં PSIએ દિલધકડ રેસ્ક્યુ કર્યુધોધમાર વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. હાલમાં નદીના પ્રવાહના વચ્ચે બે લોકો ફસાઈ ગયા હતા. જેમાં પોલીસે બંનેના જીવ બચાવવા માટે આગળ આવ્યા હતા અને દિલધડક રેસ્કયુ કર્યું હતું. જેમાં સ્થાનિક PSIએ દોરડાના મદદથી મંદિર સુધી પહોંચી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીમાં કૂદીને બંનેને બચાવી લીધા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ એટલો વધારે નહોતો એટલે બચાવ કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બને તેવી શક્યતા ઓછી હતી. ત્યારે PSIએ વૃદ્ધ દંપતીને બચાવીને સહીસલામત જગ્યાએ ખસેડ્યા હતા. પરંતુ તકલીફના સમયે પોલીસ જવાન લોકોની મદદ આવ્યા હતા.છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ચરોતરમાંથી પસાર થતી મહિસાગર નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. તેને કારણે કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

- બામણગામમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો ફસાયા
- આણંદ ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
- મહિલાઓ,બાળકો સહિત 9 લોકોને બચાવામાં આવ્યા
હવામાન વિભાગની આગાહીને પગલે આણંદ જિલ્લા સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને નદી-નાળા ઓવરફ્લો થયા છે. જેના કારણે અનેક ગામોમાં પૂર આવ્યા છે. અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. જો આણંદમાં આવેલા આંકલાવના બામણગામમાં રાત્રીના સુમારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે મહિલાઓ,બાળકો સહિત 9 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.
મહિલાઓ,બાળકો સહિત 9 લોકોને બચાવાયા
હાલમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધોધમાર સવારી ચાલી રહી છે. આ વચ્ચે નર્મદાથી લઈ ભરૂચ, વડોદરા, ખેડા અને આણંદ જિલ્લા નદી-નાળા છલકાઈ ગયા છે. તેવામાં આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર વરસાદની બેટિંગ કરી છે. આણાંદ જિલ્લાના આંકલાવમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. જેમાં આંકલાવના બામણગામમાં રાત્રીના સુમારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આણંદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મહિલાઓ,બાળકો સહિત 9ને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આંકલાવમાં PSIએ દિલધકડ રેસ્ક્યુ કર્યુ
ધોધમાર વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. હાલમાં નદીના પ્રવાહના વચ્ચે બે લોકો ફસાઈ ગયા હતા. જેમાં પોલીસે બંનેના જીવ બચાવવા માટે આગળ આવ્યા હતા અને દિલધડક રેસ્કયુ કર્યું હતું. જેમાં સ્થાનિક PSIએ દોરડાના મદદથી મંદિર સુધી પહોંચી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીમાં કૂદીને બંનેને બચાવી લીધા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ એટલો વધારે નહોતો એટલે બચાવ કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બને તેવી શક્યતા ઓછી હતી. ત્યારે PSIએ વૃદ્ધ દંપતીને બચાવીને સહીસલામત જગ્યાએ ખસેડ્યા હતા. પરંતુ તકલીફના સમયે પોલીસ જવાન લોકોની મદદ આવ્યા હતા.
છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ચરોતરમાંથી પસાર થતી મહિસાગર નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. તેને કારણે કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.